અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં પાછલા થોડા દિવસોથી કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણી અને ક્રિકેટ મેચ બાદ તો અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે સુરતમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે અને છેલ્લા અઠવાડિયાથી અમદાવાદ કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં નવા સ્ટ્રેઈનને કારણે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
કેવા છે નવા સ્ટ્રેઇનના લક્ષ્ણો
નવા સ્ટ્રેઈનના લક્ષણો ઇનવિઝિબલ હોવાનો દાવો છે. આ સ્ટ્રેનમાં માથું દુ:ખવું, ખાંસી આવવી સહિતના કોઇપણ લક્ષણો દેખાતા નથી. પરંતુ કેટલાક કિસ્સામાં સામાન્ય તાવની ફરિયાદો મળે છે. જ્યારે મહત્તમ કિસ્સામાં પેટમાં દુ:ખાવો થાય છે. અગાઉ સામાન્ય કોરોનામાં પેટમાં દુ:ખાવો એ લક્ષણમાં ન હતું. ડોક્ટરના કહેવા મુજબ, નવા સ્ટ્રેઇનમાં માથું નથી દુખતું, ખાંસી નથી આવતી, તાવ નથી આવતો એટલે કોરોનાના કોઇ લક્ષણ દેખાતા નથી. પરંતુ જે કોઇ લોકોને અશક્તિ, ડાયેરિયા (ઝાડા-ઉલ્ટી) કે શરીર દુ:ખે એવા પણ લક્ષણો હોઇ તો તાકીદે કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
સુરત સિવિલના કોરોના નોડલ ઓફિસરના કહેવા મુજબ, પહેલાં કોરોનાથી ચિંતિત 50 લોકો સામાન્ય લક્ષણમાં પણ ઓપીડી કરાવતાં હતાં. જે વધીને હવે રોજ 150 દર્દીઓ સિવિલમાં સંભવિત લક્ષણ સાથે આવે છે. 10 દિવસ પહેલાં માંડ 4 કેસ પોઝિટિવ મળી રહ્યાં હતાં તે વધીને હવે રોજ 15થી 20 કેસ સંક્રમિત મળ્યાં છે.
શુક્રવારે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.
Ahmedabad Lockdown Update: અમદાવાદમાં લોકડાઉન લાદવામાં આવશે? AMCએ શું કરી સ્પષ્ટતા