કોરોના વાયરસ સુરક્ષા માટે રસીકરણનો બીજો તબક્કો ચાલુ છે. શરદી, ખાંસી અને થાક હજુ પણ કોરોના વાયરસ સંક્રમણ સાથે જોડાયેલા સામાન્ય લક્ષણ છે. ઘરે રહીને લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા તથા ઝડપથી સ્વસ્થ થવા કંઈ પણ કરી શકે છે.  ગંભીર લક્ષણ ધરાવતાં લોકોએ નિષ્ણાતની દેખરેખમાં સારવાર લેવી જોઈએ, જ્યારે ક્વોરન્ટાઈનમાં રહેતા મામૂલી લક્ષણવાળા લોકો દવા સાથે સારવાર કરી શકે છે.


આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર રેખા રાધામોનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોવિડ-19ના મામૂલી લક્ષણોની સારવાર કરવા માટે આયુર્વેદિક પ્રોટોકોલ શેર કર્યો છે.


હાઇડ્રેશન


ડોક્ટર રેખા સુકા આદુ અને તુલસીના પાન સાથે ગરમ પાણીનો ઉપયોગ સૂચવે છે. આ સરળ મિશ્રણ બનાવવા માટે, સૂકા આદુના ટુકડા સાથે થોડું પાણી જ્યાં સુધી તે અડધાથી ઓછું ન થાય ત્યાં સુધી ઉકાળો. તે પછી, તુલસીના પાનને મિક્સ કરો અને તેને દિવસમાં ઘણી વખત પીવો.


ફૂડ


તાજું રાંધેલું અને ગરમ ભોજન લો. તમારા લંચ અથવા ડિનરમાં મીઠું અથવા તેલ વિના ચોખા, મગ દાળનો સૂપ ડિનરમાં સામેલ કરો. વધારે પડતું ખાવાથી બચો.  દરેક ભોજન પછી પેટ અડધું ખાલી છોડી દો. રાત્રે 7 વાગ્યા પહેલાં જમવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો.


મસાલા


આપણે તમામ જાણીએ છીએ કે ભારતીય મસાલામાં રાહત પહોંચાડવાની શક્તિ છે. દૈનિક ભોજનમાં તજ, કાળા મરી, એલચી, અને લવિંગનો સમાવેશ કરો. સુકી હળદર અને સુકા આદુનો ભોજનમાં સમાવેશ કરો.


ફળ


જો તમે એસિમ્પટોમેટિકછો તો દ્રાશ, દાડમ જેવા ફળનું સેવન કરો. જો તમારામાં કોરોના વાયરસના લક્ષણ છે તો ફળ ખાવાથી બચો.


શાકભાજી


સારી રીતે પકાવેલા શાકભાજીનો ઉપયોગ કરો. કાચા શાકભાજી કે સલાડ ન ખાવ. કારેલા જેવી કડવી શાકભાજીનો ઉપયોગ કરો. રિંગણ, ટમેટા અને બટાકાનું સેવન ઘટાડો.


વ્યાયામ


જો તમારામાં કોરોના લક્ષણ છે અને થાક લાગી રહ્યો હોય તો કોઇ પ્રકારની શારીરિક ગતિવિધિ ન કરો. માત્ર 30 મિનિટ માટે પ્રાણાયામ કરો.


જડી-બુટી


જો તમને શરદી છે તે એક ચમચી મધમાં મરીનો પાવડર ભેળવીને દિવસમાં બે ત્રણ વખત ખાવ. ગળામાં દર્દ થવા પર ગરમ પાણીથી કોગળા કરો.