Immunity Boosting Tips:  દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર ફરી વળી છે. આજે 89 હજારથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 24 માર્ચથી રોજના 50 હજારથી વધારે વચ્ચે કેસ નોંધાય છે. બદલાતા હવામાનની સાથે ઈમ્યુનિટી(Immunity) મજબૂત કરવી જરૂરી છે. આ દરમિયાન શરદી, ખાંસી અને તાવ આવવાની સંભાવના વધારે હોય છે. એક મજબૂત ઈમ્યુનિટી તમને અનેક બીમારીથી બચાવી શકે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા તમે ડાયટમાં (Immunity Booster Food) કેટલીક ચીજો સામેલ કરી શકો છો. અનેક રિસર્ચ મુજબ વધારે કેલરી, શુગર, સેચ્યુરેટેડ ફેટ તથાવધારે મીઠું ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા ખોટી રીતે પ્રભાવિત થાય છે. કોરોનાની બીજી લહેરમાં કોવિડ-19ની  ઝપેટમાં આવવાથી બટવા આ ફૂડ્સને બિલકુલ સામેલ ન કરવાં જોઈએ.


સોડા અને આલ્કોહોલઃ સોડા, જ્યૂસ, એનર્જી ડ્રિંક અને આલ્કોહોલ શરીર પર ખરાબ અસર કરે છે. તેનાથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ નીકળવા લાગે છે, બ્લડ શૂગર અનિયંત્રિત થાય છે અને ઈંસુલિનની કાર્ય પ્રણાલી પ્રભાવિત થાય છે. જેનાથી ઈમ્યુનિટી નબળી પડી શકે છે.


કેંડીઃ આ વસ્તુ ખાવાથી બ્લડ શુગરના સ્તરમાં અચાનક વધારો થાય છે. જેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ નબળી પડવાનો ખતરો વધી જાય છે. કેંડી, ચ્યુઈંગ ગમ્સ તથા જેલીમાં ખાંડની માત્રા વધારે હોય છે. જેનના કારણે શરીરમાં ફ્રી રૈડિકલ્સનું ઉત્પાદન થાય છે, જે રોગ પ્રતિકારક ક્ષમતાને નબળી પાડે છે.


બટાકા ચિપ્સઃ ઈમ્યુન સિસ્ટમને બટકા ચિપ્સ પણ નબળી પાડી શકે છે. તેમાં ફેટ અને ગ્રીસનું પ્રમાણ વધારે હોય છે. જેનાથી માત્ર ઈમ્યુનિટી જ નબળી પડતી નથી પરંતુ હાઈ બીપી અને કોલેસ્ટ્રોલની સમસ્યા પણ સર્જાય છે.


બ્રેડઃ સફેદ બ્રેડ, કુકીઝ, કેક અને પેસ્ટ્રીઝ જેવી ફૂડ આઈટમ મેંદામાંથી બનેલી હોય છે અને તેમાં કેલેરીનું પ્રમાણ વધુ હોય છે. જે રોગ પ્રતિકારક ક્ષમતાને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે.


આઈસક્રીમઃ તેમાં ફેટ ક્રીમ હોય છે, જે ફેટ અને શુગરથી ભરપૂર હોય છે. તેનાથી બ્લડ શુગર વધી જાય છે અને ઈમ્યુનિટીને નબળી પાડે છે.


કોફીઃ કોફીમાં ઉચ્ચ માત્રમાં એસિડિક તત્વો હોય છે. જે બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે. તેનાથી અપચો, પેટ ફૂલી જવું જેવી ફરિયાદો થાય છે. જે ઈમ્યુન સિસ્ટમની ક્ષમતાને પ્રભાવિત કરે છે.