Omicron Variant: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી દુનિયાભરમાં હાહાકાર મચ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આ વેરિઅન્ટ અત્યાર સુધી 77 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. આ વેરિઅન્ટ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. બ્રિટનમાં કોરોના વાયરસના રેકોર્ડ 88376 કેસ મળ્યા હતા જ્યારે અમેરિકાના 36 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. ભારતમાં દરરોજ આ કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના કેસનો કુલ આંકડો 97 પર પહોંચી ગયો છે.
દુનિયાભરના વૈજ્ઞાનિકો ઓમિક્રોનના લક્ષણોને સમજવામાં લાગ્યા છે. કોરોના વાયરસના અન્ય વેરિઅન્ટની સરખામણીએ ઓમિક્રોન વધુ સંક્રમિત છે પરંતુ ઓછો ગંભીર છે. ઓમિક્રોનના લક્ષણો ખૂબ નબળા છે. જોકે, ઓમિક્રોનના અત્યાર સુધી જેટલા પણ દર્દીઓ મળ્યા છે તેમાંથી એક લક્ષણ સામાન્ય છે અને તે છે ગળામાં ખારાશ.
સાઉથ આફ્રિકાના ડિસ્કવરી હેલ્થના સીઇઓ ડોક્ટર રેયાન નોચે તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે ડોક્ટરોએ ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓના લક્ષણોમાં થોડી અલગ પેટર્ન જોઇ છે. તમામ દર્દીઓમાં પ્રારંભિક લક્ષણ ગળામાં ખારાશ હતી. બાદમાં નાક બંધ, સૂકી ખાંસી, માંસપેશીઓ અને પીઠમાં દર્દ જેવા લક્ષણો હતા. સર જોન બેલે બીબીસી રેડિયો કાર્યક્રમમાં કહ્યું કે ઓમિક્રોન છેલ્લા કોરોના વાયરસની તુલનામાં ખૂબ અલગ વ્યવહાર કરી રહ્યો છે. સાઉથ આફ્રિકન ડીએસઆઇ-એનઆરએફ સેન્ટર ફોર એક્સીલન્સ ઇન એપિડેમોલોજિકલ મોડલિંગ એન્ડ એનાલિસિસની ડિરેક્ટર જૂલિયત પુલિયમે ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં ઝડપથી ફેલાશે તેવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં હોસ્પિટલ પ્લાનિંગ સંબંધિત મામલા માટે તૈયાર રહેવું સમજદારીભર્યું ગણાશે.
Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....
એક જ દિવસમાં Jioનો યૂ-ટર્ન: 24 કલાકની અંદર આ પ્લાનની વેલિડિટી 29 દિવસ ઘટાડી, ડેટા પણ 90MB ઘટ્યો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રત્ન છે, ખૂબ જ ચમત્કારી, 30 દિવસની અંદર જ જોવા મળે છે તેની અદભૂત અસર