Covid-19 new variant: દુનિયાભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN.1 ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં પણ થોડા દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોવિડ 19નો ખતરો ફરી એકવાર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશના 11 રાજ્યો કોરોનાના નવા પ્રકાર JN.1 થી પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડિસેમ્બર મહિનામાં જ કોરોનાના કેસ કેમ વધવા લાગે છે. પરંતુ નવાઈની વાત એ છે કે દર વર્ષે ડિસેમ્બરમાં જ કોરોનાના નવા વેરિઅન્ટ કેમ દેખાય છે? ચાલો જાણીએ આ પાછળના કારણો શું હોઈ શકે છે.
2019ના અંતમાં ચીનમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો અને થોડી જ વારમાં તે આખી દુનિયામાં ફેલાઈ ગયો હતો. જોકે મહામારી ચાર વર્ષ પછી પણ પીછો છોડી રહી નથી પરંતુ વાયરસ હજી પણ હાજર છે અને સતત તેના સ્વરૂપો બદલી રહ્યો છે.
આ ડિસેમ્બરમાં પણ કોરોનાનું નવું સ્વરૂપ JN.1 વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને જાહેર આરોગ્ય માટે ઓછું જોખમ ગણાવ્યો છે. ડિસેમ્બર 2020 માં કોરોનાના ત્રણ મુખ્ય વેરિઅન્ટ બહાર આવ્યા હતા જેમાં આલ્ફા, બીટા અને ગામા. બરાબર એક વર્ષ પછી ડિસેમ્બર 2021 માં Omicron એ લોકોને તેમના ઘરોમાં બંધ કરી દીધા હતા. 2022 માં કોઈ મુખ્ય વેરિઅન્ટનો ખુલાસો થયો નથી છતાં BA.2 અને BA.5 જેવા સબ વેરિઅન્ટ ચર્ચામાં રહ્યા હતા. અને હવે JN.1 છે, જે ઓમિક્રોન પરિવારનો પણ ભાગ છે.
JN.1 શું છે?
JN.1 ને તેના ઝડપી પ્રસારને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા "વેરિઅન્ટ ઓફ ઇન્સ્ટરેસ્ટ " ગણાવ્યો હતો. તે ભારત, ચીન, બ્રિટન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં જોવા મળ્યો છે. તે Omicron ના B.2.86 વંશનો ભાગ છે અને સ્પાઇક પ્રોટીનમાં વધારાનું પરિવર્તન ધરાવે છે. PSRI Institute of Pulmonary, Critical Care and Sleep Medicine ના ચેરમેન ડૉ. જી.સી. ખિલનાનીના જણાવ્યા અનુસાર, તે તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને માથાનો દુખાવો જેવા હળવા લક્ષણોનું કારણ બને છે. જો કે, વૃદ્ધો, મેદસ્વી લોકો અને શ્વસન રોગો, ડાયાબિટીસ અને કેન્સરથી પીડિત લોકો જેવા સંવેદનશીલ લોકો માટે તે ખતરનાક બની શકે છે.
ડિસેમ્બરમાં જ શા માટે આવે છે કોરોનાનો નવો વેરિઅન્ટ ?
ડિસેમ્બરમાં કોરોનાના નવા વેરિઅન્ટના આવવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે
ઠંડુ અને શુષ્ક હવામાન
ઘણા અભ્યાસો દર્શાવે છે કે ઠંડુ અને શુષ્ક હવામાન કોરોનાના ફેલાવામાં મદદ કરે છે. કેટલાંક અભ્યાસોએ કોવિડ-19 કેસોમાં વધારા પાછળના પરિબળ તરીકે ઠંડા અને શુષ્ક શિયાળાને ગણાવ્યો હતો. જર્નલ નેચરમાં પ્રકાશિત થયેલ અભ્યાસ અનુસાર ડેલ્ટા વેરિઅન્ટથી આવેલી કોરોનાની બીજી લહેરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે કોરોના મહામારીના પ્રથમ લહેર દરમિયાન હવામાન પરિસ્થિતિઓના કારણે વાયરસ કેટલી સરળતાથી ફેલાયો હતો.
જેમ જેમ આપણે ઉનાળાથી શિયાળા તરફ આગળ વધતા ગયા તેમ તેમ તાપમાનમાં ઘટાડો થયો અને હવા શુષ્ક બની ઉત્તર ગોળાર્ધના દેશોમાં કોવિડ-19ની બીજી લહેર વધુ ઉગ્ર બની હતી. ચીનની સિચુઆન ઇન્ટરનેશનલ સ્ટડીઝ યુનિવર્સિટીના સંશોધકોએ પણ આવી જ પૂર્વધારણાની પુષ્ટી કરી છે. તેમના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ગરમ વાતાવરણમાં રહેલા લોકોની સરખામણીમાં ઠંડા પ્રદેશોમાં રહેલા લોકોમાં કોરોનાવાયરસથી સંક્રમિત થવાની સંભાવના વધારે છે."કોવિડ -19, અન્ય શ્વસન વાયરસની જેમ મોસમી પેટર્ન દર્શાવે છે.
રજાઓની મોસમ
ડિસેમ્બરમાં પ્રવાસન અને સામાજિક મેળાવડામાં વધારો થાય છે, જે વાયરસને ફેલાવવાનું સરળ બનાવે છે. ગયા વર્ષે નવા વર્ષને કારણે ચીનમાં વાયરસ ઝડપથી ફેલાયો હતો. આ વર્ષે પણ રજાઓની મોસમ JN.1 ના પ્રસારમાં મદદ કરી રહી છે. ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં ડિસેમ્બર એ રજાઓની મોસમ છે.
જ્યારે તે દક્ષિણમાં ક્રિસમસ હોય છે છે ત્યારે ઉત્તરીય ગોળાર્ધના દેશો - ખાસ કરીને ચીન - જાન્યુઆરીમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા એક ઘટના જેણે વાયરસને બાકીના વિશ્વમાં ફેલાવવાનું કારણ બન્યું હતું. આ વર્ષે પણ JN.1 વેરિઅન્ટ તહેવારોના કારણે ઝડપથી ફેલાઇ રહ્યો છે. હોલિડે સીઝન, સામાજિક મેળાવડા સાથે, પ્રવાસીઓ અને સ્થાનિકો વચ્ચે નજીકના સંપર્કને પ્રોત્સાહન આપે છે.
જો કે JN.1 ચિંતાનો વિષય છે. નિષ્ણાતો ગભરાવાની સલાહ આપતા નથી. તેઓ કહે છે કે રસીકરણ અને માસ્ક પહેરવું એ હજી પણ વાયરસ સામે રક્ષણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેથી નવા વર્ષની ઉજવણી કરતી વખતે સાવચેત રહો. રસી લો, માસ્ક પહેરો અને સુરક્ષિત રહો.