નવી દિલ્હીઃ ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. દેશમાં કોરોનાની સાથે સાથે અન્ય રોગો પણ માથુ ઉંચકી રહ્યાં છે. કોરોનાની સાથે સાથે મ્યૂકૉરમાયકૉસિસ, નિમૉનિય, અને હવે ડબલ નિમૉનિયા જેવા રોગોએ પગપેસારો કરી લીધો છે. ખાસ વાત છે કે, કોરોના વાયરસ દર્દીના ફેફસા પર સીધો એટેક કરે છે, આ કારણે બન્ને ફેફસા અસરગ્રસ્ત થઇ જાય છે. આ સમસ્યાને ડબલ નિમૉનિયા (Double Pneumonia) કહે છે. એટલે કે આમાં દર્દીના બન્ને ફેફસા પર અસર પડે છે. જાણો કેમ થઇ રહ્યો છે ડબલ નિમૉનિયા, અને શું છે તેના લક્ષણો અને બચાવ.... 


કોરોના કાળમાં કેમ થઇ રહ્યો છે ડબલ નિમૉનિયા?
ડૉક્ટરોનુ કહેવુ છે કે નિમૉનિયામાં ફક્ત એક જ ફેફસામાં ઇન્ફેક્શન થાય છે. આમાં વાયરસ શરીરમાં જઇને ફેફસાના કોઇપણ એક ભાગને પ્રભાવિત કરતો હતો. પરંતુ કૉવિડમાં દર્દીઓના બન્ને ફેફસા પ્રભાવિત થઇ રહ્યાં છે. ડૉક્ટરનુ કહેવ છે કે ફેફસા કોરોના વાયરસથી પ્રભાવિત નથી થઇ રહ્યાં, પરંતુ વાયરસથી શરીરની અંદર ઇમ્યૂન રિસ્પૉન્સ થાય છે. જે વાયરસની સાથે આપણે ફેફસાના ભાગોને પણ ઇફેક્ટ કરી શકે છે. સાદા શબ્દોમાં આને ડબલ નિમૉનિયા કહે છે. 


શું છે ડબલ નિમૉનિયાના લક્ષણો.....
- ખાસી આવવી
- છાતીમાં દુઃખાવો થવો
- શ્વાસ રુંધાવો
- ઓક્સિજનનુ લેવલ ઓછુ થવુ
- કન્ઝેક્શન
- તાવ
- બ્રીથિંથ રેટ વધવો
- શરીરમાં બહુજ થાક રહેવો
- ડાયેરિયા
- માનસિક સ્વાસ્થ્ય પર અસર
- નકસીર જેવા લક્ષણો હોઇ શકે છે


ડબલ નિમૉનિયા કેટલો ખતરનાક છે?
ડૉક્ટરોનુ માનીએ તો કોરોનામાં 99 ટકા મોત ફેફસા બગડવામાં કારણે થઇ રહ્યાં છે. જેમાં 10 ટકાથી વધુ દર્દીઓના મોત ડબલ નિમૉનિયાના કારણે થયા છે. જોકે એ નથી કહી શકાતુ કે જો તમને ડબલ નિમૉનિયા છે તો તમે ઠીક નહીં થઇ શકો, પરંતુ જો તમને કોઇપણ પ્રકારની પરેશાન છે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.


ઘરમાં કઇ રીતે અને ક્યારે કરી શકો છો ડબલ નિમૉનિયાનો ઇલાજ?
1. જો તમારા ફેફસા વધુ પ્રભાવિત નથી થયા.
2. જો તમારુ ઓક્સિજન લેવલ બરાબર છે.
3. વધુ ખાંસી નથી આવી રહી અને તાવનુ પ્રમાણ ઓછુ છે.
4. શ્વાસ નથી ચડતો, તો તમે ઘરમાં જ ઇલાજ કરી શકો છો.
5. ફેફસાને હેલ્ધી રાખવા માટે દર્દીઓને પ્રૉન એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે.