Winter Health tips: દેશની રાજધાની દિલ્હી કોલ્ડવેવના કારણે ખરાબ હાલતમાં છે. દિલ્હીના રહેવાસીઓને આગામી સપ્તાહ માટે કેટલીક વિશેષ ચેતવણીઓ આપવામાં આવી છે. દિલ્હીનું તાપમાન ફરી 3-5 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની શક્યતા છે. સરકારી રેકોર્ડ મુજબ, 23 વર્ષમાં નોંધાયેલ આ ત્રીજી સૌથી ખતરનાક શીત લહેર છે. શહેરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 1.9 ડિગ્રી નોંધાયું હતું. રાજધાનીમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. હેલ્થ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર, જ્યારથી દિલ્હીમાં કોલ્ડ વેવ અને ઠંડીનો પ્રકોપ વધ્યો છે. શહેરની આસપાસના વિસ્તારોમાં હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને બ્રેઈન સ્ટ્રોકના અનેક કેસ નોંધાયા છે.


'લોક નાયક જય પ્રકાશ' (LNJP) હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. સુરેશ કુમારના જણાવ્યા અનુસાર, 'અમને હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશરના લગભગ 10-15 ટકા વધુ દર્દીઓ મળ્યા છે. શીત લહેરની શરૂઆતમાં 12 દિવસમાં 50-70 વર્ષના વધુ લોકો અહીં આવ્યા છે. ટૂંક સમયમાં જ દિલ્હીનું તાપમાન ફરી ઘટવા જઈ રહ્યું છે. એવી ધારણા છે કે બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેકના કેસ ફરી વધી શકે છે. આવી સ્થિતિમાં દિલ્હીની કેટલીક હોસ્પિટલોએ કેટલીક ખાસ સૂચનાઓ જાહેર  કરી છે. જેથી આ સ્થિતિથી બચી શકાય.


શા કારણે થાય છે બ્રેઇન સ્ટ્રોક


બ્રઇન  સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે લોહી તમારા મગજ સુધી યોગ્ય રીતે પહોંચતું નથી. જેના કારણે તમારા મગજને નુકસાન થાય છે. શિયાળા દરમિયાન આ સામાન્ય છે કારણ કે અતિશય ઠંડી રક્ત પરિભ્રમણને ઘણી અસર કરે છે. જેના કારણે મગજમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે છે. મગજના સ્ટ્રોકના પ્રારંભિક ચેતવણીના ચિહ્નો અને લક્ષણો એ છે કે, કોઈ અંગ અથવા ચહેરામાં નિષ્ક્રિયતા આવે છે, બોલવામાં અને હલનચલન કરવામાં મુશ્કેલી, અચાનક ચક્કર આવવા, સ્નાયુમાં જડતા અને શરીરની એક બાજુએ અચાનક દુખાવો થાય છે. ઝાંખું દેખાઇ છે. દ્રષ્ટિની ખામી સાથે  બોલવામાં પણ તકલીફ પડી શકે છે.


બ્રેઇન સ્ટ્રોકથી ખુદને કેવી રીતે બચાવશો


આ શિયાળામાં, તમે તમારી જાતને બ્રેઈન સ્ટ્રોકથી બચાવી શકો છો, તેની  ઘણી રીતો છે. ડૉક્ટરો ભલામણ કરે છે કે તમે બહાર જાવ ત્યારે શક્ય તેટલું શરીરને કવર કરો.  શક્ય તેટલું ઘરની અંદર રહેવાનો પ્રયાસ કરો. આવા ખરાબ હવામાનમાં સારો આહાર લેવો જરૂરી છે. જેથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે અને આલ્કોહોલ ઓછો પીવો. આવું બિલકુલ ન કરો કે, ખૂબ ઠંડી છે તો ખૂબ આલ્કોહોલ પીવો. તે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. આ શિયાળામાં નિયમિત કસરત કરો. અને શરીરનું વજન વધારે ન વધવા દો. ઉપરાંત, તમારું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર નિયમિતપણે તપાસતાં રહો.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.