સમગ્ર દેશમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આનાથી પીડિત દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવા લાગે છે. જેના કારણે શરીરમાં શુગરની માત્રા વધવા લાગે છે. શતાવરી એક આયુર્વેદિક ઔષધીય જડીબુટ્ટી છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શતાવરી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે પાવડર, પ્રવાહી, ચા અને ટેબ્લેટના રૂપમાં લઈ શકાય છે. જો અશ્વગંધાને આયુર્વેદિક ઔષધિઓનો રાજા માનવામાં આવે છે, તો તેવી જ રીતે શતાવરીને આયુર્વેદિક જડીબુટ્ટીઓની રાણી તરીકે ઓળખવામાં આવે છે.


શતાવરીને અંગ્રેજીમાં એસ્પેરેગસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શતાવરી એક ઔષધિ છે જે વેલા અથવા ઝાડી જેવી દેખાય છે. દરેક વેલાની નીચે 100 થી વધુ મૂળ હોય છે. આ  30-100 સેમી લાંબી અને લગભગ 1-2 સેમી જાડી હોય છે. શતાવરી ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી ઓછી નથી.


એક અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે શતાવરીમા કેટલાક ખાસ સંયોજન તત્વો જોવા મળે છે. જેના કારણે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે. આ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શતાવરીનો છોડ મોટી માત્રામાં પોલિફીનોલ્સ ધરાવે છે. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવા ઉપરાંત, પોલીફેનોલ્સ ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. શતાવરીમા ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.


તમે રાત્રે સૂતા પહેલા અડધી ચમચી શતાવરીનો પાવડર એક ગ્લાસ પાણીમાં ભેળવીને સેવન કરી શકો છો.શતાવરીનાં મૂળને સૂકવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડર સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં અથવા દૂધ સાથે પણ પી શકાય છે. એટલું જ નહીં, તમે શતાવરીનો ઉકાળો બનાવીને પી શકો છો.


શતાવરીનો ઉપયોગ આયુર્વેદમાં સદીઓથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરવામાં આવે છે. ઔષધીય વનસ્પતિઓ ખાવાથી શરીરમાં એન્ટિબોડીઝ વધારવામાં મદદ મળે છે. આમ તમને ઉધરસ, શરદી, ફ્લૂ અને અન્ય મોસમી વાયરલ અને બેક્ટેરિયલ રોગોથી બચાવવામાં મદદ કરે છે.   



Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલાતમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.