Diabetes symptoms: દેશ અને દુનિયામાં ડાયાબિટીસ અને પ્રિ-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા આસમાને છે. ડાયાબિટીસની સમસ્યા આ દિવસોમાં એકદમ સામાન્ય બની ગઈ છે અને તે 8માંથી 1 વ્યક્તિને અસર કરી રહી છે. અમેરિકાના ફાર્માસિસ્ટ ગ્રાહમ ફિલિપ્સ જેમની પાસે 35 વર્ષથી વધુનો અનુભવ છે અને પ્રોલોન્ગવિટીના સ્થાપક છે. તેમણે હાલમાં જ ડાયાબિટીસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ઘણા લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે અને ઉપલબ્ધ દવાઓ ડાયાબિટીસને મટાડતી નથી પરંતુ તેને દબાવી દે છે.


એક ઈન્ટરવ્યુ દરમિયાન ગ્રાહમ ફિલિપ્સે કેટલાક સંકેતો બતાવ્યા જે ડાયાબિટીસના સંકેતો છે. આ સંકેતોને ક્યારેય અવગણવા જોઈએ નહીં કારણ કે આ ડાયાબિટીસના સંકેતો છે જે સમસ્યાને વધુ વકરી શકે છે. તો ચાલો જાણીએ એ સંકેતો વિશે.


પારંપરિક બોડી માસ ઇન્ડેક્સ (BMI) માપને ભૂલી જાઓ. ગ્રાહામ કહે છે કે જો તમારી કમરનું માપ તમારી ઊંચાઈ કરતાં અડધી હોય તો તમને ડાયાબિટીસનું જોખમ હોઈ શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિની ઊંચાઈ 70 ઈંચ હોય અને તેની કમરનો ઘેરાવો 35 ઈંચથી વધુ હોય તો તેને ડાયાબિટીસનો ખતરો હોઈ શકે છે.


હંમેશા ભૂખ લાગે


જો કોઈ વ્યક્તિનું વજન વધારે હોય અને ખાધા પછી પણ ભૂખ લાગે તો તે સૂચવે છે કે તમારે ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ.


એકેન્થોસિસ અથવા કાળા ધબ્બા


સ્કિનની સ્થિતિઓ જેવી કે એકેન્થોસિસ (ચામડીના કાળા ધબ્બા) મેટાબોલિક સમસ્યાઓને કારણે થઈ શકે છે જે ડાયાબિટીસ સાથે સીધી રીતે સંબંધિત છે.


મેટાબોલિક સિન્ડ્રોમ


બ્લડ પ્રેશર, હાઈ સુગર લેવલ, કમરની આસપાસ શરીરમાં વધારાની ચરબી અને અસામાન્ય કોલેસ્ટ્રોલ લેવલને પણ અવગણવું જોઈએ નહીં. આ બધી વસ્તુઓ મેટાબોલિક સિન્ડ્રોમ વિકસાવી શકે છે જે માત્ર ડાયાબિટીસનું જોખમ જ નહીં, પરંતુ જીવનને 10 વર્ષ સુધી ઘટાડી શકે છે.


ભૂખ લાગે ત્યારે ગુસ્સો આવવો


જો કોઈ વ્યક્તિને ભૂખ લાગી હોય અને તેને ખોરાક ન મળે અને તે ચીડિયો થઈ ગયો હોય, તો તેનો અર્થ એ થઈ શકે છે કે તેને ડાયાબિટીસનું જોખમ હોઈ શકે છે. આવું ખાવાની ખોટી આદતોને કારણે છે જે ડાયાબિટીસનું મુખ્ય કારણ હોઈ શકે છે.


ગ્રાહમે આ ચેતવણીના સંકેતો પર ધ્યાન આપવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે આ ચેતવણી સંકેતોને  વહેલાસર ઓળખીને તેના પર તરત જ કાર્ય કરવાથી ડાયાબિટીસથી બચી શકાય છે.