Diwali 2024: દિવાળીની કેટલીક પ્રખ્યાત મીઠાઈઓમાં ગુલાબ જામુન, જલેબી, હલવો, રસગુલ્લા, કરંજી, પુરણ પોળી, પાયસમ અને શાહી ટુકડાનો સમાવેશ થાય છે. તમે શુદ્ધ ખાંડને બદલે ખજૂર, ગોળ અથવા નાળિયેર ખાંડ જેવા કુદરતી મીઠાશમાંથી બનાવેલી મીઠાઈઓ ખરીદી શકો છો. મીઠાઈ ખરીદતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે જો મીઠાઈઓ તાજી લાગે છે પણ દુર્ગંધ આવતી હોય તો આવી મીઠાઈ ખરીદવાનું ટાળો. જ્યારે પણ તમે મીઠાઈનો સંગ્રહ કરો ત્યારે તેને એર ટાઈટ બોટલમાં રાખો.
દિવાળીના ટાણે અત્યારે બજારમાં મીઠાઈઓના ઢગલા છે. દુકાનોમાં રંગબેરંગી અને સ્વાદિષ્ટ મીઠાઈઓનો શણગાર કરવામાં આવ્યો છે. પરંતુ ભેળસેળનો ધંધો પણ જોરમાં છે. આવી સ્થિતિમાં તમારી એક ભૂલ તહેવારની ખુશીમાં મુશ્કેલી લાવી શકે છે. તેથી જ્યારે પણ તમે મીઠાઈ ખરીદવા બજારમાં જાવ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો, જેથી કરીને તમારી દિવાળી ખુશહાલ અને સલામત હોય.
નકલી મીઠાઇઓથી રહો દુર -
જો તમે બજારમાંથી મીઠાઈઓ ખરીદવા જશો તો તમને અનેક રંગબેરંગી મીઠાઈઓ જોવા મળશે. વ્યક્તિએ આ સુંદર દેખાતી મીઠાઈઓથી અંતર રાખવું જોઈએ. કારણ કે આ મીઠાઈઓ પોતાની સાથે એલર્જી, કીડનીની બીમારી અને શ્વાસની તકલીફ જેવા રોગો લાવી શકે છે અને તહેવારની મજા બગાડી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે તમારે રંગબેરંગી મીઠાઈઓ ખરીદવા અને ખાવાનું ટાળવું જોઈએ.
મીઠાઇ પર ચાંદી વર્કથી કન્ફ્યૂઝ ના થાઓ -
બજારમાં ઘણી મીઠાઈઓ પર ચાંદીનું વર્ક જોવા મળે છે. આ ખૂબ જ તેજસ્વી અને આકર્ષક છે. હવે તમને લાગશે કે આ મીઠાઈ પર ચાંદીનું વર્ક કરવામાં આવ્યું છે, પરંતુ આનાથી મૂંઝવણમાં ન પડો. કારણ કે આજકાલ ભેળસેળ કરનારા મીઠાઈઓને સુંદર બનાવવા માટે ચાંદીને બદલે એલ્યૂમિનિયમનો ઉપયોગ કરે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેથી આવી મીઠાઈઓ ટાળવી જોઈએ.
મીલાવટ વાળા માવાથી દુર રહો
તહેવારોની સિઝનમાં મીઠાઈમાં ભેળસેળવાળો માવો મોટા પ્રમાણમાં વપરાય છે. જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, દિવાળી માટે મીઠાઈ ખરીદતી વખતે વિશ્વસનીય અથવા સારી દુકાનમાંથી જ ખરીદો. માવા સાથે મિલ્ક પાવડરની ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે માવામાં ભેળસેળ ન સમજી શકતા હોવ તો તેના પર આયોડીનના બે થી ત્રણ ટીપાં નાખીને જુઓ. જો માવો વાદળી થઈ જાય તો સમજવું કે તે ભેળસેળવાળો છે. તેથી, દિવાળી પર ઘરે મીઠાઈ બનાવવાનો પ્રયાસ કરો. જો તમે બજારમાંથી મીઠાઈ ખરીદવા જાવ છો તો ભેળસેળવાળી મીઠાઈઓથી દૂર રહો.
આ પણ વાંચો
Diwali 2024: જો તમારા હાથ ફટાકડાથી દાઝી જાય તો તરત જ આ કામ કરો, નહીં તો ખતરનાક બની શકે છે