Diwali 2024:દિવાળીનો તહેવાર રોશની અને ખુશીનું પ્રતિક છે, પરંતુ ફટાકડાનો ઉપયોગ અકસ્માતનું કારણ બની શકે છે. ફટાકડાના કારણે થતા દાઝવું સામાન્ય છે અને ત્વચાને ગંભીર ઇજાઓ પહોંચાડી શકે છે. જો કે ફટાકડા ફોડવાથી આનંદ મળે છે, પરંતુ બળવાનું અને ઈજા થવાનું જોખમ પણ છે. ફટાકડાને કારણે સળગવાના બનાવો દર વર્ષે બનતા હોય છે અને આ અકસ્માતો નાના કે મોટા કોઈપણ સ્વરૂપે બની શકે છે. તેથી, જો તમે અથવા તમારી આસપાસની કોઈ વ્યક્તિ ફટાકડાથી બળી જાય, તો તમારે પરિસ્થિતિને બગડતી અટકાવવા માટે તાત્કાલિક કેટલાક જરૂરી પગલાં લેવા જોઈએ. જો કે કેટલાક લોકો દાઝી ગયા બાદ ઘરેલુ ઉપાય કરે છે. જેમાંથી કેટલાક ઉપાય નુકસાનકારક પણ સાબિત થાય છે.
શું ન કરવું:
ઘી, તેલ કે માખણ ન લગાવોઃ ઘણીવાર લોકો દાઝી જવા પર ઘી, તેલ કે માખણ લગાવવાની સલાહ આપે છે, પરંતુ આ ખોટું છે. આ બળતરાની જગ્યાએ ચેપનું જોખમ વધારે છે. જેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ઉતાવળમાં પાટો ન બાંધોઃ દાઝી ગયેલી જગ્યા પર તેને સાફ કર્યા વગર સીધો પાટો ન બાંધો. તેના કારણે ચેપ ફેલાવો વધે છે. સૌપ્રથમ બર્ન એરિયાને સાફ કરો અને પછી જ પાટો લગાવો.
ઘાને ખંજવાળશો નહીં: બળી ગયેલી જગ્યામાં ખંજવાળ આવી શકે છે, પરંતુ તેને ખંજવાળવાથી ત્વચાને વધુ નુકસાન થઈ શકે છે. તેનાથી ઈન્ફેક્શન પણ થઈ શકે છે.
સાવચેતીનાં પગલાં:
- ફટાકડા ફોડતી વખતે બાળકો પર વિશેષ ધ્યાન આપો અને તેમને ક્યારેય એકલા ન છોડો.
- માત્ર ખુલ્લી જગ્યાઓ પર જ ફટાકડા ફોડો. નજીકમાં પાણી અથવા રેતીની ડોલ રાખો જેથી કોઈ અકસ્માત થાય તો તાત્કાલિક પગલાં લઈ શકાય.
- સુતરાઉ કપડાં પહેરો, લૂઝ કપડા, સાડી જેવા કપડાં પહેરીને ફટાકડા ફોડવાનું અવોઇડ કરો. કારણ કે તે ઝડપથી આગ પકડી શકે છે.
- ફટાકડા બાળતા પહેલા, સલામતીના તમામ નિયમોનું પાલન કરો અને સલામત અંતર જાળવવાનું ધ્યાનમાં રાખો.
- દિવાળીનો તહેવાર આનંદ અને ઉત્સાહથી ભરેલો છે. પરંતુ સલામતીને અવગણી શકાય નહીં. ફટાકડાના કારણે સળગી જવાના કિસ્સામાં તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવા ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ ગંભીર સમસ્યાથી બચી શકાય. સલામત દિવાળીની ઉજવણી કરો અને અન્ય લોકોને તેના વિશે જાગૃત કરો, જેથી આ તહેવાર દરેક માટે સલામત અને આનંદદાયક બની રહો.