Health:શરીરમાં જ્યારે કોઇ ભાગ ફુલવા લાગે છે તો તેમા સોજો આવી જાય છે. મેડિકલ ભાષામાં તેને અડિમા કહે છે. હ્યુમન સીરમ એલ્બુમિનની ઉણપના કારણે થાય છે. જો આવા લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવા જોઇએ.
જો ત્વચા પર લાલ ડાઘ થઇ જાય, નખ પર નિશાન જોવા મળતાં હોય તેમજ સિઝનલ સમસ્યા સિવાય પણ સ્કિન ફાટી જતી હોય ડ્રાય થઇ જતી હોય, ત્વચા પર ચીરા પડી જતાં હોય અને નખ પણ નબળા થઇ જાય છે. આ તમામ લક્ષણો પ્રોટીનની કમીના કારણે હોઇ શકે છે.
માંસપેશીઓ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં પ્રોટીનની સપ્લાય ઓછી થવા લાગે છે તો શરીરમાં બોડી ફંકશન અને જરૂરી ઉતકો માટે હાંડકાથી પ્રોટીન લેવા માંડે છે. પ્રોટીનની કમી આપણી માંસપેશીને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને વૃદ્ધ લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
પ્રોટીનની કમીની અસર માત્ર માંસપેશીઓ પર નથી થતી પરંતુ હાકડા પણ નબળા પડવા માંડે છે.જેના કારણે જ તેના તૂટવાથી ફેક્ચરનું જોખમ વધી જાય છે.પ્રોટીનની ઉણપી અસર ઇમ્યુન સિસ્ટમ પર જોવા મળે છે. ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થતાં ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે. ડોક્ટરનું કહેવું છે કે, પ્રોટીનની ઉણપના કારણે ઇમ્યુન ફંકશનમાં મુશ્કેલી શરૂ થઇ જાય છે. એ સ્ટડી મુજબ વૃદ્ધ લોકોમાં સતત 6 સપ્તાહ સુધી પ્રોટીનનો અભાવ ઇમ્યુનિટી સિસ્ટમ પર ખરાબ અસર પાડે છે.
સોયાબીનના છે ગજબ ફાયદા, આ બીમારીમાં છે રામબાણ ઇલાજ
સોયાબીનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સોયાબીન અનેક પોષક તત્વોથી ભરપૂર છે. સોયાબીન પ્રોટીનનો સારો સ્ત્રોત છે. સોયાબીનનું સેવન હૃદય માટે ફાયદાકારક છે.સોયાબીન ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. સોયાબીન પ્રોટીનનો સારો સ્ત્રોત છે. સોયાબીનમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન ઇ, પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, થાઇમીન, રિબોફ્લેવિન એમિનો એસિડ, ફિનોલિક એસિડ જેવા ઘણા પોષક ગુણો છે જે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
સોયાબીન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ સોયાબીન ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે સોયાબીનનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સોયાબીનમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે સ્વસ્થ હૃદયને જાળવી રાખવામાં મદદ કરે છે. ઉપરાંત, તેનાથી હૃદયની બીમારીનું જોખમ ઘટે તેમાં હાજર અનસેચુરેટેડ ફેટ બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે. જેનાથી અસંતૃપ્ત ચરબી ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઘટે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે સોયાબીનનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છો તો રોજ સોયાબીન ખાઓ. કારણ કે સોયાબીનમાં મળતા પોષક તત્વો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સોયાબીનનું સેવન હાડકાંને મજબૂત બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સોયાબીનમાં કેલ્શિયમના ગુણ જોવા મળે છે, જે હાડકા માટે ફાયદાકારક છે. તે હાડકાંને પોષણ આપે છે જેથી તે નબળા ન પડે અને હાડકાં તૂટવાનું જોખમ પણ ઓછું રહે .
સોયાબીનનું સેવન શરીરના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે સોયાબીન શરીરના વિકાસમાં મદદ કરે છે. તે ત્વચા, સ્નાયુઓ, નખ, વાળના વિકાસમાં મદદ કરે છે. આ સિવાય તે ફેફસાં, હૃદય, શરીરના આંતરિક ભાગોના નિર્માણમાં પણ મદદ કરે છે.