Health Tips:ભલે ફળમાં રહેલા શુગર ચિંતાનો વિષય ન હોય. જો કે આપ ડાયટિંગ કરતા હો અને ફળો અને સલાડ વધુ લેતા હો તો ક્યાં ફળોમાં વધુ શુગર છે તે જાણવું જરૂરી છે


ભલે ફળમાં રહેલા શુગર ચિંતાનો વિષય ન હોય.જો કે તેની દૈનિક કેલેરીના સેવનમાં  ગણતરી થાય છે. ડાયાબિટિસના દર્દી અને વજન ઓછી કરવા ઇચ્છતા લોકો માટે ઓછી અને વધુ શુગરના ફળોનો તફાવત જાણવો આ જરૂરી છે.


વધુ શુગરવાળા ફળો


કેરી
કેરીને ફળોનો રાજા કહેવાય છે. કેરી એવું ફળ છે. જે સૌ કોઇનું પસંદગીનું છે. ભાગ્યે જ કેરીને કોઇ નાપસંદ કરે છે.મધ્યમ આકારાની એક કેરીના ફળમાં 45 ગ્રામ શુગરની માત્રા હોય છે. તેથી જો આપ વજન ઉતારવા માંગતો હોતો કેરીને અવોઇડ કરો.


અંગૂર
એક કપ અંગુરમાં 23 ગ્રામ શુગર હોય છે. તેથી જો આપ વજન ઉતારવા માંગતો હો તો અંગુરીની માત્રાને ડાયટમાં ઘટાડી દેવી હિતાવહ છે. અંગુરના ટૂકડ઼ા કરી તેની સ્મૂધી બનાવી આપ તેના ટેસ્ટની લિજ્જત માણી શકો છો.


કેળા
કેળું ઉર્જાનો ખજાનો છે. મધ્યમ આકારના કેળામાં 14 ગ્રામ શુગર હોય છે. આપ એક કેળું સવારે લઇ શકો છો.એક કેળામાં 14 ગ્રામ શુગર હોય છે.


નાશપાતી
એક મધ્યમ આકારના નાશપાતીમાં 17 ગ્રામ શુગર હોય છે. જો આપ શુગર ઓછી લેવા ઇચ્છતા હો તો નાશપાતીના થોડા ટુકડાને યોગાર્ટમાં મિકસ કરીને લઇ શકો છો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો,


આ પણ વાંચો 


રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત, ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ


Important Rule changes in August: ક્રેડિટ કાર્ડથી લઇને ITR સુધી, ઓગસ્ટમાં થઇ રહ્યા છે આ પાંચ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે અસર


Edible Oil: ખાદ્યતેલના ભાવ એક વર્ષના તળિયે, જાણો કેટલું થયું સસ્તું, મોદી સરકારે સંસદમાં લેખિતમાં આપી માહિતી


Netweb Technologies IPO: નેટવેબ ટેક્નોલોજિસ આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, સ્ટોક 89% પ્રીમિયમ પર થયો લિસ્ટ