Skin care:વિટામિન A સ્કિન માટે મહત્વપૂર્ણ છે અને વિટામિન Aની કમીથી આંખ, ઇમ્યુનિટી અને સ્કિન સંબંધિત સમસ્યા થઇ શકે છે. જો કે તેનું વધુ સેવન કરવાથી વોમિટિંગ જેવી સમસ્યા પણ થઇ શકે છે.
વિટામિન A સ્કિન, આંખ અને હાડકાના સ્વાસ્થ્યની સાથે રોગપ્રતિકારક શક્તિ વઘારવામા માટે પણ જ કારગર છે.
વિટામિન Aની કમીથી સ્કિન ડ્રાઇ થઇ જાય છે. જેનો અર્થ છે કે, વિટામીન A સ્કિનને હાઇડ્રેઇટ રાખવામાં મદદ કરે છે. વિટામિન A સ્કિનને લાંબા સમય સુધી જવા રાખવાનું કામ કરે છે.
કોલેજન સ્કિનની લચકમાં મહત્વનો ભાગ ભજવે છે. વિટામિન એ કોલેજનના સ્વસ્થ ઉત્પાદનમાં મદદ કરે છે. જો આપ ત્વચા પર કરચલી અને કાળા ધાબાથી પરેશાન હો તો વિટામિન Aની પૂર્તિથી તેનાથી છૂટકારો મળી શકે છે.
વિટામિન Aની પર્તિથી સ્કિન હાઇડ્રેટ રહેવાની સાથે ગ્લોઇંગ બને છે. વિટામિન Aની પૂર્તિ માટે આપ ડાયટમાં બ્રોકલી, પાલક,શક્કરિયાને સામેલ કરી શકો છો.
ફેસ વોશ બાદ ટૂવાલથી લૂછો છો? તો સાવધાન, આ આદત સ્કિન માટે છે નુકસાનકારક
ટુવાલથી ચહેરો લૂછવાથી ત્વચા પર ખરાબ અસર પડે છે. આનું કારણ એ છે કે ઇ કોલી જેવા ખતરનાક બેક્ટેરિયા ટુવાલમાં જોવા મળે છે.
ત્વચાને સ્વસ્થ, મુલાયમ અને ચમકદાર રાખવા માટે લોકો લાખો કોશિશ કરતા હોય છે. એકથી એક મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારની પેસ્ટ અને ફેસ પેક લગાવવામાં આવે છે. ઘણા ઘરેલું ઉપચાર પણ કરીએ છીએ પરંતુ હજુ પણ ઘણી વખત ત્વચા સંબંધિત સમસ્યાઓ પરેશાન થવા લાગે છે. ત્યારે લોકો વિચારવા લાગે છે કે આટલી કાળજી રાખવા છતાં ત્વચાની સમસ્યા કેવી રીતે થઈ શકે છે. ખરેખર, માત્ર સારા ઉત્પાદનોનો ઉપયોગ કરીને અને ફેસ પેક લગાવવાથી ત્વચાને સ્વસ્થ રાખી શકાતી નથી. તમારે તે ભૂલો પણ સુધારવી પડશે, જે ત્વચાને બગાડે છે.
બેક્ટેરિયા ત્વચામાં પ્રવેશી શકે છે
ચહેરો લૂછવાથી ત્વચા પર ખરાબ અસર પડી શકે છે. આનું કારણ એ છે કે E.coli જેવા ખતરનાક બેક્ટેરિયા ટુવાલમાં જોવા મળે છે. જ્યારે તમે ટુવાલ વડે તમારો ચહેરો સાફ કરો છો, ત્યારે E.coli બેક્ટેરિયા તેમાંથી તમારી ત્વચામાં પ્રવેશી શકે છે.
ત્વચાની સંભાળ રાખતી વખતે આપણે ઘણી વાર એવી કેટલીક ભૂલો કરીએ છીએ, જેના કારણે આપણને ત્વચાની સમસ્યાઓ થવા લાગે છે, જેમ કે ચહેરા પર ટુવાલનો ઉપયોગ કરવો. ઘણા લોકો ચહેરો ધોયા પછી ટુવાલ વડે મોં લૂછી લે છે. ઘણા લોકો એવા છે જેમનો ટુવાલ ખૂબ જ ગંદો રહે છે, તેમ છતાં તેઓ બેદરકારીપૂર્વક તેનો ઉપયોગ કરતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ટુવાલ તમને ત્વચાની ઘણી સમસ્યાઓ પણ આપી શકે છે.
રફ ટુવાલનો ઉપયોગ કરશો નહીં
આ બેક્ટેરિયા જ નહીં, ટુવાલનું રફ ટેક્સચર પણ ત્વચાને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. કારણ કે ચહેરો સાફ કરતી વખતે તમે ટુવાલ વડે ત્વચાને ઘસો છો. આ આદત નુકસાન પહોંચાડી શકે છે. તમારે ટુવાલનો ઉપયોગ પણ ન કરવો જોઈએ કારણ કે તે તમારી ત્વચા પર હાજર કુદરતી તેલને દૂર કરી શકે છે, જે ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવી શકે છે. ચહેરાને લૂછવા માટે હંમેશા સોફ્ટ ટુવાલ અથવા કપડાનો ઉપયોગ કરો અને ઘસવાને બદલે એમ જ સૂકવી દો.