Health:વાયરલ ફીવર એટલે કે સિઝનલ ફિવરની સિઝન આવી ગઇ છે. આ સ્થિતિમાં ઉધરસ શરદી, તાવ સહિતની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક્સપર્ટે સાત એવા સુપરફૂડની વાત કરી છે,. જે ઇમ્યૂન સિસ્ટમ તેજ કરીને આપને બીમારીથી રક્ષણ આપે છે.
પપૈયાના પાનનું જ્યુસ વાયરલ ફીવર, ડેન્ગ્યૂ, ચિકનગુનિયમાં રામબાણ ઇલાજ છે,. આ જ્ચુસથી ડેન્ગ્યૂમાં શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ વધે છે. મેલરિયાની બીમારીમાં પણ આ જ્યુસ ઓષધ સમાન છે.
ગિલોય એન્ટીઓક્સિડન્ટનું પાવર હાઉસ છે, જેમાં જળમૂળથી બીમારીને દૂર કરવાની ક્ષમતા છે. ગિલોય ડાયાબિટિશસ, આર્થરાઇટિસ,અસ્થમા જેવી બીમારીમા પણ કારગર છે.
એલોવેરા વિટામિન, મિનરલથી ભરપૂર છે. એલોવેરા સ્કિન અને ડાયજેસ્ટિંગ સિસ્ટમને પણ દુરસ્ત કરે છે. એલોવેરામાં નેચરલ એન્ટીબાયોટિક્સ, એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ તત્વ મોજૂદ છે. જે વાયરલ ઇન્ફેકશનથી ન માત્ર રક્ષણ આપે છે પરંતુ ઇન્ફેક્શન બાદ પણ ઝડપથી રિકવરી માટે મદદરૂપ થાય છે.
વ્હીટ ગ્રાસ એટલે કે ઘઉંના જ્વાર, જે ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સથી ભરપૂર છે, આ બઘા જ પોષકતત્વો મળીને બોડીના ફંકશનને દુરસ્ત કરે છે, તે આયરનની ઉણપને પણ દૂર કરે છે.
કિશમિશમાં વિટામિન, ઇલેક્ટ્રોલાઇટ્સ અને મનિરલ્સનો ભરપૂર ખજાનો છે. જે ઇમ્યૂન સિસ્ટમને દુરસ્ત કરીને બીમારીથી દૂર રાખે છે. રોજ એક મુઠ્ઠી કિશમિશ ખાવાથી સંક્રમણથી રક્ષણ મળે છે. વાયરલ ઇન્ફેકશનથી પણ રક્ષણ મળે છે.
તુલસી પણ આયુર્વૈદિક ગુણોથી ભરપૂર છે. તુલસીના સેવનથી વાયરલ ફિવરમાં મોટી રાહત મળે છે. ત્રણ દિવસ સુઘી તુલસીનો ઉકાળો કે તેના પાનનું સેવન કરવાથી વાયરલ ફિવરમાં જલ્દી રિકવરી આવે છે. તુલસી શરીરના સંક્રમણથી બચાવે છે.
અંજીરની ન્યુટ્રીશ્યન વેલ્યૂ ઘણી છે. તેનાથી બ્લડપ્રેશર, ડાયાબિટિશ, હાર્ટ ડિસીઝ જેવી બીમારીનું જોખમ ટળે છે, તે વેઇટ લોસ માટે પણ કારગર છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો