Weight Loss: જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઇએ.જો કે કેટલાક એવા પણ ફળો છે, જે વજન ઉતારવાના બદલે વધારે છે. આ બધા જ ફળો હેલ્થી છે પરંતુ વજન ઘટાડવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે.


કેરીને ફળનો રાજા કહેવાય છે. જેનો સ્વાદ સૌ કોઇને પસંદ હોય છે પરંતુ જો આપ વજન ઉતારવા માંગતા હો તો કેરીનું સેવન ન કરવું જોઇએ. કેરીમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે, જે વેઇટ લોસના પ્લાનમાં અવરોધ ઉભા કરે છે.પાઇનેપલ ખૂબ જ મીઠું ફળ છે અને તેમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે. વજન ઉતારવા માંગતો હો તો અનાસને અવોઇડ કરવું જોઇએ.


વજન ઘટાડવા ઇચ્છતાં હો તો હાઇ કેલેરીવાળા ફળો ન ખાવા જોઇએ. અવોકેડોમાં પણ હાઇકેલેરી હોય છે. તે હેલ્ધી ફેટનો સારો સોર્સ છે. તેથી સિમિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઇએ.


અંગૂર શુગર અને ફેટથી ભરપૂર છે. 100 ગ્રામ અંગુરમાં 67 કેલેરી અને  16 ગ્રામ શુગર હોય છે. આ કારણે અંગુર ખાવાથી વજન ઘટવાના બદલે વધે છે. શુગર અને ફેટથી ભરપૂર ફળોને ડાયટમાંથી દૂર કરવા જોઇએ.


કેળા સુપર હેલ્ધી ફ્રૂટ છે પરંતુ જો આપ વધુ માત્રામાં કેળા લેશો તો વજન ઘટાડવાનો પ્લાન ચૌપટ થઇ જશે. કેળામાં ભરપૂર કેલેરી અને શુગર હોય છે. એક કેળામાં 150 કેલેરી  હોય છે. આ સ્થિતિમાં આપ 2-3 કેળાં ખાવ છો તો વજન વધવાની શકયતા વધી જાય છે.


Health: લંચની થાળીમાં જો આ ચીજો કરી લેતી સામેલ તો ઘટી જશે વજન, જાણો અન્ય ફાયદા


તંદુરસ્ત રહેવા માટે આહાર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે લોકો ઘણી બધી હેલ્ધી વસ્તુઓનું સેવન કરે છે. દહીં આમાંની એક વસ્તુ છે. પોષક તત્વોથી ભરપૂર દહીં ખાવાથી અગણિત સ્વાસ્થ્ય લાભો મળી શકે છે. હા, દહીંમાં વિટામિન સીની હાજરીને કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, તે ત્વચા અને હૃદય માટે પણ ફાયદાકારક છે. આ જ કારણ છે કે, લોકો તેને પોતાના ડાયટમાં સામેલ કરે છે. જો કે તેનું સેવન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ બપોરના ભોજન સાથે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે બપોરના ભોજનમાં દહીં શા માટે સામેલ કરવું જોઈએ? આરોગ્ય માટે શું ફાયદા છે? ચાલો આ વિશે જાણીએ-


બપોરના ભોજનમાં દહીં શા માટે સામેલ કરવું
વજન ઘટાડવામાં મદદરૂપઃ TIOના રિપોર્ટ અનુસાર વજન ઘટાડવા માટે બપોરે દહીંનું સેવન કરી શકાય છે. તમને જણાવી દઈએ કે દહીં કોર્ટિસોલ અથવા સ્ટીરોઈડ હોર્મોન્સનું ઉત્પાદન ઘટાડે છે, જે સ્થૂળતાનું જોખમ ઘટાડે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.


 દહીંમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વધુ સારો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ જ કારણ છે કે, રોજ દહીં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.


જાતીય ચેપથી રક્ષણઃ દહીં મહિલાઓ માટે પણ ઔષધિનું કામ કરે છે. તેના સેવનથી યૌન  સંક્રમણથી બચી શકાય છે. વાસ્તવમાં, દહીંમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની હાજરીને કારણે, તે જાતીય ચેપના ફેલાવાને અટકાવે છે.


હાઈ બીપીને કંટ્રોલ કરો: હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે દહીં એક સારો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે, દહીંમાં હાજર મેગ્નેશિયમ હાઈ બ્લડ પ્રેશરને ઝડપથી નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે તેને બપોરે ખાવું જોઈએ