Health Alert :ડાયટ કરનાર અને ડ઼ાયાબિટિશના દર્દીઓ આર્ટિફિશિયલ સુગરનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ આ આર્ટીફિશિયલ સુગર જે આપ સુગર ફ્રી સમજીને આરોગો છો તે સ્વાસ્થ્ય માટે સુગર કરતા પણ વધુ નુકસાનકારક છે.


શું તમે પણ શુગર ફ્રી ચાય-કૉફી પીવાનું પસંદ કરો છો. સ્વાદમાં મિઠાસ ઘોળતા આ આર્ટફિશિયલ સુગર ફ્રી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. સુગર ફ્રી અનેક બીમારી પણ ફ્રીમાં લઇને આવે છે.  વારંવાર ડાયટિંગ કરનારા અને ડાયાબિટિશના દર્દી તેને નિર્દોષ સમજીને ખાઇ છે. પરંતુ સુગર ફ્રી તૈયાર કરવા માટે જે પદાર્થો ઉપયોગ થાય છે તે ખૂબ જ નુકાસાનકારક સાબિત થાય છે.


આર્ટિફિશિયલ સફાઈનરમાં કયા પદાર્થનો થાય છે ઉપયોગ



  • એસ્પાર્ટમ

  • સેકરીન

  • સુક્રલોજ

  • મૌંક ફ્રૂટ

  • જાઈલિટોલ

  • એરિથ્રોલ

  • સોર્બિટોલ

  • સ્ટીવિયા


કેમ ખતરનાક શુગર ફ્રી વસ્તુઓ


મેદસ્વીતા વધશે


કોઈ પણ સ્વીટનરમાં સૈકરીન હોય છે. જે મિઠાસ  આપે છે પરંતુ  તેનાથી શરીરનું વજન ઝડપથી વધે છે.


 એસિડિટીની સમસ્યા


આર્ટિફિશિયલ સ્વીટનરથી ભૂખ વધી જાય છે.  જેથી વજન વધવાની શક્યતા વધી જાય છે.ઉપરાંત તેનાથી એસિડિટી અને ડાયરિયાની સમસ્યા પણ થાય છે.


 એલર્જી પરેશાન કરી શકે છે


એસ્પાર્ટમ કૃત્રિમ સ્વીટનરમાં જોવા મળે છે, જે ઊંચા તાપમાને ફોર્મિક એસિડમાં તૂટી જાય છે. આ એલર્જીનું કારણ બની શકે છે. ક્યારેક તે ઝેરી પણ બની જાય છે, જે વધુ ખતરનાક બની શકે છે.


કેન્સરનું કારણ બની શકે છે


વર્ષ 2022 માં, ન્યુટ્રીનેટ સેન્ટે કોહોર્ટના અભ્યાસમાં બહાર આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ એસ્પાર્ટમનું વધુ સેવન કરે છે, તો કેન્સર, ખાસ કરીને સ્તન કેન્સરનુ જોખમ વધી જાય છે.


બ્રેઇનને ડેમેજ કરે છે


જો કોઈ વ્યક્તિ ફેનીલકેટોન્યુરિયા રોગથી પીડિત હોય, તો તેણે કૃત્રિમ સ્વીટનર અને એસ્પાર્ટમનું સેવન ટાળવું જોઈએ. તેઓ એક પ્રકારના એમિનો એસિડ ફેનીલાલેનાઇનને ચયાપચય કરવામાં અસમર્થ છે જેથી તે  બ્રેઇનને પણ ડેમેજ કરે છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો