મોટાભાગના લોકો બપોરના ભોજન પછી 2-3 કલાક ઊંઘવાનું પસંદ કરે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં. સવારથી બપોર સુધી ઘરના જુદા જુદા કામો કર્યા પછી લોકો થાક અનુભવવા લાગે છે. તેથી જ તેઓ બપોરનું ભોજન કર્યા પછી ઘણીવાર ઊંઘવા લાગે છે. આયુર્વેદ અનુસાર, વ્યક્તિએ ભોજન કર્યા પછી તરત જ સૂવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે, તેનાથી સ્વાસ્થ્ય અને શરીર પર ખરાબ અસર પડે છે.


જો તમને ભોજન કર્યા પછી હંમેશા ઊંઘ આવે છે અને તમે ઉંઘ્યા વગર રહી શકતા નથી, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે ચોક્કસથી જાણી લો.


જમ્યા પછી તરત જ એટલા માટે ના સૂવું જોઈએ કારણ કે, તે શરીરમાં ચરબી અને પાણીના તત્વને વધારી શકે છે. તમારા પાચનતંત્રને નુકસાન થઈ શકે છે. સાથે જ મેટાબોલિઝમ નબળું પડી શકે છે. ડાયાબિટીસ, સ્થૂળતા, વજન વધવું અને કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે. આયુર્વેદ અનુસાર, જે લોકો વધુ શારીરિક શ્રમ કરે છે, જેમ કે વૃદ્ધ લોકો અને બાળકો તેઓ 48 મિનિટની ઊંઘ લઈ શકે છે. જે લોકોએ બપોરે ભોજન નથી કર્યું તે લોકો પણ સૂઈ શકે છે.


વજ્રાસનમાં બેસો


આયુર્વેદ કહે છે કે, જમ્યા પછી તરત સૂઈ જવાને બદલે લોકોએ વજ્રાસનમાં 15-20 મિનિટ બેસવું જોઈએ. કારણ કે, તે ખોરાકને ઝડપથી પચાવે છે. ચયાપચય સ્વસ્થ રહે છે અને તમને એસિડિટી, અપચો, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યા નથી થતી. તમે ભોજન કર્યા પછી 100 પગલાં ચાલવાનું પણ પસંદ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ભોજન કર્યા પછી તમારે કોઈ ભારે કસરત કરવાની જરૂર નથી. માત્ર ફરવા કે જોગિંગ કરવા જાવ. જમ્યા પછી હંમેશા ડાબા પડખે સૂવું.


થઈ શકે છે અનેક રોગો? 


જ્યારે પણ તમે હેવી લંચ કે ડિનર કરો છો તો તેના પછી તરત જ સૂવાની ભૂલ ક્યારેય ના કરો. જો તમે આ ભૂલને વારંવાર દોહરાવો છો તો તમને ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે અને ગંભીર બીમારીઓનો પણ સામનો કરવો પડી શકે છે.


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.