હેલ્થ:વર્ષ 2020 માં,  ઇમ્યુનિટી શબ્દ સૌથી વધુ ઇન્ટરનેટ પર સર્ચ થયો છે. કોરોના વાયરસથી ડરતા, લોકો તેમના સ્વાસ્થ્ય માટે માત્ર ગંભીર બન્યા જ નહીં, પણ પ્રતિરક્ષા સુધારવા માટે વિવિધ પ્રકારનાં પ્રિસ્ક્રિપ્શનો અપનાવવા લાગ્યા. લોકોએ તમામ ફળો અને વિટામિન સપ્લિમેન્ટસ તરફ વળ્યાં.  નિષણાતો મુજબ વિટામિટ ‘સી’નો ફાળો ઇમ્યુનિટિ વધારવામાં સાથે વધુ છે. જ્યારે લોકો વિટામિન ‘સી’ તરફ વળ્યાં. જો કે આડેધડ વિટામીન ‘સી’ લેવાથી પણ નુકસાન થાય છે. શું છે તેના સાઇડ ઇફેક્ટ જાણીએ...

ઝાડા ઉલ્ટીની સમસ્યા:નિષ્ણાતનો દાવો સાચો હોઈ શકે, પરંતુ શું તમે જાણો છો કે વિટામિન‘સી’નું વધારે પ્રમાણમાં સેવન આપણા સ્વાસ્થ્ય માટે પણ જોખમી હોઈ શકે છે. કે વિટામિન ‘સી’ વધારે પ્રમાણમાં લેવાથી ઝાડા થઈ શકે છે. તમારું પેટ ખરાબ થઈ શકે છે.

એસિડિટી: વિટામિન ‘સી’ની આડઅસરોમાં હાર્ટબર્નની સમસ્યા પણ શામેલ છે. આ સ્થિતિમાં, છાતીના નીચલા અને ઉપલા ભાગોમાં બળતરા ઉત્તેજના અનુભવાય છે.

અનિદ્રા:વિટામીન-વિટામિન ‘સી’ના વધુ પડતા સેવનથી રાત્રે ઊંઘ ન આવવી. બેચેની રહેવી અને માથામાં દુખાવા જેવી સમસ્યા પણ ઉત્પન થઇ શકે છે.

પેટમાં દુખાવો: વિટામીન ‘સી’ની જો શરીમાં માત્ર વધી જાય તો મરડો, પેટમાં દુખાવાની સમસ્યા સર્જાઇ શકે છે.