Heat Wave:હવામાન વિભાગે તીવ્ર ગરમી અને ખતરનાક હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું જોઈએ. કોઈપણ પ્રકારની બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે.આ વખતે હવામાન વિભાગે તીવ્ર ગરમી અને ખતરનાક હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું જોઈએ. કોઈપણ પ્રકારની બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે.


 આ વખતે ગરમીનો પ્રકોપ શરુઆતથી જોવા મળી રહ્યો છે.  ભારતીય હવામાન વિભાગ (IMD) પહેલાથી જ આ અંગે ચેતવણી આપી ચૂક્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે એપ્રિલથી જૂન સુધી આકરી ગરમી પડશે. દેશના ઘણા ભાગોમાં હીટ વેવની સંભાવના છે. ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી શકે છે. આવી સ્થિતિમાં, હિટ વેવથી રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. અન્યથા તમે હીટસ્ટ્રોકના કારણે બીમાર પડી શકો છો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ હીટ વેવથી બચવા માટે અસરકારક ટીપ્સ...


તમારી જાતને હાઇડ્રેટેડ રાખો


ઉનાળામાં હીટ વેવને કારણે ડિહાઇડ્રેશનનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સમયાંતરે પાણી પીતા રહો, જેથી શરીર હાઇડ્રેટ રહે. આ સિઝનમાં દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો. તમારા આહારમાં પુષ્કળ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.


બહાર જવાનું ટાળો


જો તમે હિટવેવથી  બચવા માંગતા હોવ તો જરૂર સિવાય ઘરની બહાર જવાનું ટાળો. પંખા, કુલર, એસી સાથે ઘરની અંદર જ રહો. જો આ વસ્તુઓ ઘરમાં ન હોય તો પડદા કે શેડ્સ રાખો. આનાથી તમે હીટ વેવના ગંભીર જોખમોથી બચી શકો છો.


સૂર્યના કિરણોથી બચવાનો પ્રયાસ કરો


જ્યારે પણ હિટ વેવ  હોય ત્યારે સીધા સૂર્યપ્રકાશમાં ન આવવું. જો તમે કોઈ કારણસર બહાર જતા હોવ તો પણ કેપ, ટુવાલ અને ચશ્માનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. માત્ર હળવા રંગના અથવા વ્હાઇટ  કપડા પહેરો, જેથી ત્વચાને સુરક્ષિત રાખી શકાય અને હિટ વેવથી બચી શકાય.


 વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળો


ઉનાળા હિટ વેવ દરમિયાન વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળવાનો પ્રયાસ કરો. કારણ કે ઉનાળાની ઋતુમાં વધારે વર્કઆઉટ કરવાથી શરીરનું તાપમાન વધી શકે છે. તેનાથી હીટ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.


 ખાલી પેટ બહાર જવાનું ટાળો


જો બહાર હિટ વેવ પ્રબળ હોય તો ભૂલથી પણ ક્યારેય ખાલી પેટે ઘરની બહાર ન નીકળો. આમ કરવાથી ગરમી અને  તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ચક્કર આવી શકે છે. તેથી, જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો, ત્યારે કંઈક ખાધા પછી જ બહાર જાવ,જેથી સમસ્યાઓથી બચી શકાય.