Chips Side Effects; મોટાભાગના લોકોનો પ્રિય નાસ્તો બટાકાની ચિપ્સ અથવા ફ્રેન્ચ ફ્રાઈસ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. વધુ પડતી ચિપ્સ ખાવાથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જેના કારણે હાઈ બ્લડ પ્રેશરનો ખતરો રહે છે.
બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને બટેટાની ચિપ્સ ખાવાનું પસંદ હોય છે. જ્યારે પણ આપણને થોડી ભૂખ લાગે છે, ત્યારે આપણે સૌ પ્રથમ નાસ્તામાં વધુ આ ચિપ્સ ખાવાનું પસંદ કરીએ છીએ પરંતુ તેની ધીમે ધીમે સ્વાસ્થ્ય પર બહુ ગંભીર અસર થાય છે.
કેટલાક લોકો લગભગ નિયમિત બટાટા બનાનાની ચિપ્સનું સેવન કરે છે. જો તેનું અતિરેક સેવન શરીરમાં પોષક તત્વોની ઉણપને સર્જે છે.
વધુ પડતા ચિપ્સ ખાવાથી હ્રદય રોગનો ખતરો વધી જાય છે. તેમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલને વધારે છે અને તમારી નસોને બ્લોક કરે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
ચિપ્સનું સેવન કરવું નુકસાનકારક છે કારણ કે, તે એક આદત બની જાય છે અને ચિપ્સના સતત સેવનથી શરીરમાં અનહેલ્ધી ફેટ વધે છે. જેના કારણે વજન વધવાની સમસ્યા થાય છે
ચિપ્સમાં વધૂ માત્રામાં કેલરી હોય છે, તેથી તેમાંથી ઘણી બધી કેલરી લેવાથી એટલે કે એક સાથે ઘણી બધી કેલરી લેવાથી વજન વધી શકે છે.
ચિપ્સમાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. પરંતુ તેમાં સૌથી હાનિકારક વસ્તુ સોડિયમ છે. ખરેખર, ચિપ્સમાં મીઠું વધુ માત્રામાં હોય છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે અને હ્રદય રોગનો ખતરો પણ વધી જાય છે.