Health Alert:પ્રોટીન પાઉડરનો વધુ પડતો ઉપયોગ પાચનની અગવડતા, જેમ કે પેટનું ફૂલવું, ગેસ અને કબજિયાત અને ડિહાઇડ્રેશનનું જોખમ સહિત અન્ય આડઅસરનું કારણ બની શકે છે, કારણ કે પ્રોટીનને પચાવવા અને નકામા ઉત્પાદનોને દૂર કરવા માટે પાણી જરૂરી છે,આજકાલ યંગ સ્ટર્સ મસલ્સ બનાવવ માટે  નેચરલ પ્રોટીનનું સેવન કરતાં પ્રોટીન પાઉડર પર વધુ આધાર રાખે છે. જો તમે પણ આવું કરો છો તો તેના વધુ પડતા સેવનથી થતા નુકસાન વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.નિષ્ણાતોના મતે, પ્રોટીન પાવડરના વધુ પડતા સેવનથી થાક, માથાનો દુખાવો, ઉબકા વગેરે જેવી આડઅસર થઈ શકે છે. કૃત્રિમ પ્રોટીનનું સેવન તમારા બ્લડ પ્રેશરનું સ્તર અચાનક વધારી શકે છે. જેના કારણે કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ પલ્પિટેશનની સમસ્યા પણ થઈ શકે છે.


પ્રોટીન પાવડરનો દૈનિક ઉપયોગ આગ્રહણીય નથી: NIN


દર 13 વર્ષે સંશોધિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) દ્વારા ડાયટ અંગે  માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. NINએ જાહેર કરેલ ગાઇડ લાઇનમાં   પ્રોટીન સપ્લિમેન્ટ્સ ટાળવાની સલાહ આપવામાં આવી છે કારણ કે, તેના સેવનથી થતાં ફાયદા જોખમો કરતાં  મોટા નથી.  પ્રોટીન પાવડર ઇંડા, ડેરી દૂધ અથવા સોયાબીન, વટાણા અને ચોખા જેવા સ્ત્રોતોમાંથી બનાવવામાં આવે છે. NIN એ જણાવ્યું હતું કે 'પ્રોટીન પાઉડરમાં ઉમેરાયેલ ખાંડ, નોન-કેલરી સ્વીટનર્સ અને કૃત્રિમ સ્વાદ જેવા એડિટિવ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં પ્રોટીન પાવડરનો નિયમિત ઉપયોગ કરવાની સલાહ આપી શકાય નહીં.


શા માટે  પ્રોટીન પાવડર સેફ નથી


એનઆઈએનએ જણાવ્યું હતું કે બ્રાન્ચ્ડ-ચેઈન એમિનો એસિડથી ભરપૂર પ્રોટીન બિન-સંચારી રોગોનું જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને પૂરક પાવડરના રૂપમાં ઉચ્ચ સ્તરના પ્રોટીનનો ઉપયોગ કરવો યોગ્ય નથી. સંશોધનના તારણો દર્શાવે છે કે, યુવા અવસ્થામાં હાર્ડ એક્સરસાઇઝ દરમિયાન લેવાતું સપ્લીમેન્ટ માત્ર માંસપેશીને બહુ ઓછા માત્રામાં શસક્ત કરવા સાથે જોડાયેલું છે. 1.6 ગ્રામ/કિલોગ્રામ શરીરના વજન/ દિવસમાં  વધુ પ્રોટીનનું સેવન આઇઆરટીથી જોડાયેલા ફાયદામાં વધુ યોગદાન નથી કરતું


બાળકો સંબંધિત માર્ગદર્શિકામાં શું છે?


માર્ગદર્શિકા તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ NIN ડિરેક્ટર ડૉ. હેમલતા આરએ જણાવ્યું હતું કે બાળકો પરના સંશોધનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે બાળકોનો મોટો હિસ્સો પોષણની ખરાબ સ્થિતિથી પીડિત છે. વધુમાં સ્થૂળતા પણ વધી રહી છે, જે કુપોષણનો બેવડો બોજ બનાવે છે. કુપોષણ અને સ્થૂળતા બંને સમાન સમુદાયો અને ઘરોમાં દેખાય છે. અનુમાન દર્શાવે છે કે ભારતમાં 56.4 ટકા રોગોનું મુખ્ય કારણ બિનઆરોગ્યપ્રદ આહાર છે. તંદુરસ્ત આહાર અને શારીરિક પ્રવૃત્તિ કોરોનરી હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકે છે.