Health Tips: કેટલાક લોકોના સવારે જાગતાની સાથે માથામાં તીવ્ર દુખાવો થાય છે. આવા દુખાવનું કારણ ગેસ એસિડિટી હોય છે. આ માટે લેટઇ નાઇટ ડિનર અને અનહેલ્થી ફૂડ પણ જવાબદાર છે. આજની આપણી ભાગદોડ ફરી જિંદગી અને અનિયમિત આહારશૈલીના કારણે ગેસ એસિડીટિ હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે પેટમાં માથામાં દુખાવો થાય છે. દર્દીને ચક્કર આવે છે.આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક અકસીર ઘરેલુ નુસખો છે. જેના દ્રારા આપ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
આખું જીરૂં ગેસ, એસિડીટિ અને પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. આ જીરાનું કેવી રીતે સેવન કરવાથી આપ ગેસની સમસ્યાથી મુક્તિ મેળવી શકો. જાણીએ.રાત્રે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ પલાળી દો. સવારે આ પાણીને ગાળી લો અને ખા પેટે તેનું સેવન કરો. જો રાત્રે જીરૂ પલાળવાનું ભૂલાય જાય તો આપ સવારે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ નાખીને તેને ઉકાળું ત્યારબાદ નવશેકુ થાય બાદ સેવન કરી શકો છો.
આ પ્રયોગથી ઝડપથી ગેસથી થતી સમસ્યાથી મુક્તિ મળે છે. ઉપરાંત તુલસી અને મરીને મિક્સ કરીને નવશેકા પાણી સાથે પીવાથી પણ ગેસની સમસ્યાથી મુક્તિ મળે છે.જે લોકોને ગેસ અને એસેડીટીની સમસ્યા હોય તેમણે તેમની લાઇફ સ્ટાઇલમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. ઠંડો અને વાસી ખોરાક સંપૂર્ણ બંધ કરી દેવો જોઇએ. ઉપરાંત રાત્રિના ભોજનમાં હળવો અને સુપાચ્ય ખોરાક જ લેવો જોઇએ. જે ફૂડથી એસિડિટી અને ગેસની સમસ્યા થતી હોય તેને અવોઇડ કરવા જોઇએ. જો આપને દૂધથી ગેસ એસિડિટી થતી હોય તો ખાસ કરીને દૂધ રાત્રે લેવાનું અવોઇડ કરવું જોઇએ.