Heart Attack  હાલના સમયમાં , સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટીઓ... ઘણા લોકો અચાનક મૃત્યુ પામ્યા છે. કારણમાં જાણવા મળ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. ચિંતાની વાત એ છે કે આવા લોકો જેમને થોડા સમય પહેલા સુધી હાર્ટ એટેકના કોઈ લક્ષણો નહોતા તેઓ પણ તેનો શિકાર બન્યા છે. નાની ઉંમરે લોકો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. જેને સાયલન્ટ હાર્ટ એટેક કહેવામાં આવી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ દિવસોમાં હાર્ટ એટેકના મોટાભાગના કેસ સાયલન્ટ હાર્ટ એટેકના છે. હૃદયરોગ વગર પણ સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ચાલો જાણીએ શું છે આ સાયલન્ટ હાર્ટ એટેક.


સાયલન્ટ હાર્ટ એટેક શું છે


સાયલન્ટ હાર્ટ એટેકને મેડિકલ ભાષામાં સાયલન્ટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કહેવામાં આવે છે. આમાં, હૃદયરોગના હુમલાની જેમ છાતીમાં દુખાવો થતો નથી અને એટેક બિલકુલ જાણી શકાતું નથી કે આ હાર્ટ અટેકના લક્ષણો છે. જોકે કેટલાક લક્ષણો ચોક્કસપણે અનુભવાય છે.


શા માટે સાયલન્ટ હાર્ટ એટેકમાં કોઈ દર્દ નથી


સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ઘણી વખત ચેતા અથવા કરોડરજ્જુમાં એવી સમસ્યા હોય છે જે મગજમાં પીડાની લાગણી  નથી પહોંચાડતી થવા કોઈ માનસિક કારણોસર વ્યક્તિ પીડાને ઓળખવામાં સક્ષમ નથી. વૃદ્ધ દર્દીઓ અથવા ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં પણ ઓટોનોમિક ન્યુરોપથીનું નિદાન થતું નથી.


સાયલન્ટ હાર્ટ અટેકના સંકેતો



  • ગેસ્ટ્રીક પ્રોબ્લેમ અથવા પેટમાં ખરાબી

  • કોઇ કારણ વિના સુસ્તી વીકનેસ

  • થોડા કામમાં પણ થાક લાગવો

  • અચાનક ખૂબ પરસેવો થવો

  • અચાનક જ વારંવાર શ્વાસ ફુલવો


સાયલન્ટ હાર્ટ અટેકનું કારણ



  • વધુ ઓઇલી ફૂડ

  • પ્રોસેસ્ડ ફૂડ ખાવું

  • ફિઝિકલી એક્ટિવિટી ન કરવી

  • દારૂ- સિગરેટનું વ્યસન

  • ડાયાબિટીશ અને મેદસ્વીતા

  • તણાવગ્રસ્ત જીવન


સાયલન્ટ હાર્ટ અટેકથી આ રીતે કરો બચાવ



  • ડાયટમાં ગ્રીન વેજીટેબલને કરો સામેલ

  • રોજ એક્સરસાઇઝ યોગ કરો

  • સિગરેટ દારૂનું વ્યસન છોડો

  • ખુશ રહો મૂડ સારો રાખો

  • સ્ટ્રેસ અને ટેન્શનથી બચો

  • નિયમિત રીતે ચેકઅપ કરાવો


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો