Health tips:જે રીતે 7થી8 કલાક ગાઢ નિંદ્રા સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેવી જ રીતે ઓવર સ્લિપિંગ પણ નુકસાનકારક છે. બહુ લાંબો સમય  સુધી ઉંઘવાથી અનેક બીમારી થાય છે. ઓવલ સ્લિપિંગ અનેક રીતે સ્વાસ્થ્યને નુકસાન કરે છે.  મોનસૂન અને વિન્ટરની સિઝનમાં ખાસ કરીને લોકો લાંબો સમય સુધી ઉંઘવાનૂં પસંદ કરે છે પરંતુ તે આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.


હેલ્ધી રહેવા માટે યોગ્ય સ્લિપિગ પેર્ટન ખૂબ જ જરૂરી છે. ઊંઘવાની ખોટી આદતો આપને બીમાર કરી શકે છે. વધુ સૂવાથી પીઠ દર્દીની પણ સમસ્યા થઇ શકે છે.


આખો દિવસ સૂતું રહેવું નિંદ્રાધિન રહેવું હાઇપરસોમનિયાનું લક્ષણ હોઇ શકે છે. વધુ સૂવાથી ડાયાબિટિશના ચાન્સ વધી જાય છે. એક સ્ટડીનું પણ એવું તારણ છે કે, વધુ સમય સુતી રહેવાથી વધુ ઊંઘ લેવાથી ડાયાબિટીશનું જોખમ વધી જાય છે.


બપોરેના કલાકો  સુધી ઊંધી જવું અને સવારે મોડા ઉઠવું આ આદત આપના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી મેદસ્વીતા વધે છે. જે અન્ય બીમારીને નોતરે છે.


ઓવર સ્લિપિંગથી માથાના દુખાવાની પણ સમસ્યા રહે છે.તેમજ વધુ ઊંઘ ડિપ્રેશનને પણ વધારી શકે છે. ડિપ્રેશનની સમસ્યાથી પરેશાન 15 ટકા લોકો વધુ ઊંઘ લેતા હોય છે.


એક્સપર્ટના મત મુજબ વ્યક્તિએ 7-8 કલાકની ઊંઘ લેવી જોઇએ.આટલી ઊંઘ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પૂરતી છે.



  • લાંબા કાળા વાળ માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ

    લાંબા વાળ મહિલાની સુંદરતાની ઓળખ છે.

  • લાંબા સુંદર વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

  • વિટામિન ‘ઇ’ વાળને લાંબા અને હેલ્થી બનાવે છે.

  • વિટામિન ‘ઇ’ માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ

  • બદામ, પાલક,સુરજમુખી બીજ, એવોકાડો

  • આ તમામ ફૂડ વાળની સુંદરતામાં વધારો કરે છે.

  • વિટામિન ‘ડી’ વાળના ગ્રોથ માટે ઉત્તમ છે.

  • સોયા મિલ્ક,મશરૂમ વિટામિન ‘ડી’નો સારો સ્ત્રોત 

  • ખરતાં વાળની સમસ્યામાં લીલા શાકભાજીનું કરો સેવન 

  • કેળા, ગાજર શક્કરિયા, પાલકને ડાયટમાં કરો સામેલ

  • વિટામિન ‘C’ વાળોના ગ્રોથ માટે ઉત્તમ છે.

  •  સંતરા સહિતના ખાટા ફળોને કરો ડાયટમાં સામેલ 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.