Vegan Diet: દરેક વ્યક્તિ જાણે છે કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે. લોકો આજે પહેલા કરતા વધુ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન જણાય છે. આ માટે લોકો વિવિધ પ્રકારના ડાયટ પણ ફોલો  કરે છે. આમાંથી એક છે વેગન ડાયટ. ફિટનેસ ફ્રીક્સ તેને પૂરા ઉત્સાહથી ફોલો કરી રહ્યા છે. જો તમે પણ તેને અપનાવવાનું વિચારી રહ્યા છો, તો અહીં જાણો તેના ફાયદા અને ગેરફાયદા.

Continues below advertisement


ફિટ રહેવા માટે લોકો અલગ-અલગ પ્રકારના ડાયટ અપનાવે છે, તેમાંથી એક છે વેગન ડાયટ. (વેગન ડાયેટ) ઘણા લોકો તેને શાકાહારી આહાર સાથે જોડે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તેનો કોન્સેપ્ટ આનાથી તદ્દન અલગ છે. ચાલો જાણીએ કે, આ કેવું ડાયટ  છે અને જો તમે પણ તેને અપનાવવાનું વિચારી રહ્યા છો, તો આ લેખમાં તમે તેના ફાયદા અને ગેરફાયદા વિશે જાણી શકશો.


આ એક  એવા પ્રકારનું ડાયટ છે કે જેમા  પ્રાણીઓ અથવા તેમના દ્વારા બનાવેલ ઉત્પાદનોનો સમાવેશ થતો નથી. જી હા, આ એક શાકાહારી ડાયટ પ્લાન છે. જો કે વિગન ડાયટમાં માં દૂધ, માખણ, ચીઝ, મધ, ઈંડા, માંસ વગેરે જેવી તમામ ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવામાં આવતું નથી. જો સરળ શબ્દોમાં સમજીએ તો તે પ્લાન્ટ બેઇઝ્ડ ડાયટ છે, જેમાં માત્ર છોડ દ્વારા બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.


વેગન ડાયટમાં  ફળો, શાકભાજી, અનાજ વગેરેનો સમાવેશ થાય છે. જો તમે આ ડાયટ ફોલો કરવા માંગતા હો તો આપને દૂધ માટે સોયાબીન અથવા બદામના દૂધ અને કોકોનટ મિલ્કનો ઉપયોગ કરવાનો રહે છે. ઘીના  સેવનના બદલે તમે  ઓલિવ તેલ, સરસવ અથવા તલના તેલનો ઉપયોગ કરી શકો છો.


વિગન ડાયટના ગેરફાયદા



  • - જો તમે તમારા આહારમાંથી પ્રાણીઓમાંથી મેળવેલી તમામ વસ્તુઓને કાઢી નાખો છો, તો શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપ થઈ શકે છે.

  • શરીરમાં પર્યાપ્ત પોષક તત્વો જાળવવા માટે, વ્યક્તિએ ઘણા વિકલ્પો પર આધાર રાખવો પડે છે જે મોટાભાગે પ્રાણીઓ પાસેથી મેળવવામાં આવે છે. આમ ન કરવાથી આંતરડાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.

  • ડેરી ઉત્પાદનો હોય કે માંસ, તેમાં મોટાભાગના વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. આ છોડ-આધારિત આહારમાં સારી માત્રામાં મળી શકતું નથી. આ પ્રકારના આહારમાં પણ શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે.

  • - તમને આવા રેસ્ટોરન્ટ ભાગ્યે જ જોવા મળશે જેમાં વેગન ફૂડ સર્વ કરવામાં આવે. આવી સ્થિતિમાં, તમારા માટે તે મુશ્કેલ બની શકે છે અને જો તમે કેલરીની માત્રા પર ધ્યાન ન આપો તો તમે શારીરિક નબળાઈનો ભોગ પણ બની શકો છો.

  • એક અભ્યાસ અનુસાર, 45 વર્ષથી ઓછી ઉંમરની લગભગ 30 ટકા મહિલાઓ સતત ત્રણ વર્ષ સુધી વેગન ડાયટ ફોલો કરે છે. આવી સ્થિતિમાં, માસિક સ્રાવ આંશિક અથવા સંપૂર્ણપણે બંધ હોવાનું જોવા મળ્યું હતું. તેથી, પ્લાનિંગ અને નિષ્ણાતની સલાહ લીધા પછી જ વેગન આહાર અપનાવવો જરૂરી છે.