Soda For Digestion: સોડા વોટરને કાર્બોનેટેડ વોટર પણ કહેવામાં આવે છે અને તેને પીવાથી પાચનમાં સુધારો થાય છે.પરંતુ વધુ પડતું પીવાથી ઘણી ગંભીર આડઅસર પણ થઈ શકે છે


ઉનાળાની ઋતુમાં ઘણીવાર પાચન સંબંધી સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, લોકો કહે છે કે, સોડા વોટર પીઓ... સારું રહેશે. એ પણ સાચું છે કે સોડા વોટર તમને ઉનાળામાં ખૂબ જ તાજગીનો અનુભવ કરાવે છે અને ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે. પરંતુ જો કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે નુકસાનકારક પણ સાબિત થાય છે. સોડા વોટરનું પણ એવું જ છે. ચાલો જાણીએ કે તે ખોરાકને પચાવવામાં કેવી રીતે મદદ કરે છે અને તેનું વધુ પડતું સેવન આપણા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે.


પાચન સુધારવા માટે સોડા પીવી કેટલું ફાયદાકારક છે?


જો તમને પણ ઉનાળામાં પાચનની સમસ્યા હોય તો તમે સોડા વોટર પી શકો છો. કારણ કે સોડા વોટરને કાર્બોનેટ વોટર કહેવામાં આવે છે અને તેને પીવાથી પાચનક્રિયા સુધરે છે.  સોડા પાણીનો ઉપયોગ કબજિયાતથી રાહત મેળવવા માટે પણ કરી શકાય છે. વાસ્તવમાં કબજિયાત ત્યારે થાય છે જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે. આવી સ્થિતિમાં પાણીની ઉણપને પૂરી કરવા માટે તમે આ હેલ્ધી ડ્રિંક સોડા વોટર પી શકો છો.ગરમીની ઋતુમાં શરીરમાં ઝેરી તત્વો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, તેમાં કાર્બોનેટ સામગ્રી સાથે લીંબુનું મિશ્રણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. તેનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને પેટ પણ ભરેલું રહે છે.


 સોડા વોટર પણ નુકસાન પહોંચાડી શકે છે


આ સિવાય સોડા વોટર વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે આ ફાયદો પહોંચે, જો તમે તેને વધારે પ્રમાણમાં લો છો તો તે તમારા માટે સમસ્યા પણ બની શકે છે. જરૂર કરતાં વધુ સોડા વોટર પીવાથી તેની વિપરીત અસરો જોવા મળે છે. તમારી સ્થૂળતા પણ વધી શકે છે. બીજી તરફ, સોડા પીવાથી તમારા મોંમાં બેક્ટેરિયા જમા થાય છે, જે તમારા દાંતને નુકસાન પહોંચાડે છે. સોડા વોટરમાં કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે જે હાડકાંને નબળા બનાવે છે. આવી સ્થિતિમાં જે લોકોને પહેલાથી જ નબળા હાડકાંની ફરિયાદ રહેતી હોય તેમણે તેનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.સોડા વોટર વધુ પીવાથી ફેટી લિવરની સમસ્યા પણ થઈ શકે છે.વધુ સેવન કરવાથી ગેસ્ટ્રિક ડિસ્ટ્રેસની સમસ્યા પણ વધી શકે છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.