Green Tea :હાલ મેદસ્વીતાની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. વેઇટ લોસ માટે તે સતત અવનવા નુસખા અપનાવે છે. તો કેટલાક લોકો વજન ઘટાડવાની સમગ્ર પ્રક્રિયામાં ગ્રીન ટીનો ઉપયોગ શ્રેષ્ઠ માને છે. કેટલાક લોકો આડેધ઼ ગ્રીન ટી પીવે છે.  નિષ્ણાતોનું માનવું છે કે ગ્રીન ટી શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે સાથે જ તે વજન ઘટાડવા માટે પણ શ્રેષ્ઠ છે. પરંતુ આ સાથે એ જાણવું જરૂરી છે કે, જો તમે ગ્રીન ટી પીઓ છો તો ક્યારે પીવી. રાત્રે સૂતા પહેલા પીવી સારી કે સવારે ખાલી પેટ?


કેટલાક ડાઇટિશિયન માને છે કે તમે દૂધની ચાના સ્થાને ગ્રીન ટી લઈ શકો છો. તમે દિવસમાં 2-3 કપ આરામથી પી શકો છો. હવે સવાલ એ થાય છે કે શું સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી યોગ્ય છે?


શું સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી  યોગ્ય છે?


ડાયટિશિયનના મતે ગ્રીન ટી દરેકને સૂટ કરે એ જરૂરી નથી. કેટલાક લોકોને ખાલી પેટ ગ્રીન ટી પીવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.


ગ્રીન ટી પીવાની આ સાચી રીત છે


ગ્રીન ટી નાસ્તાના એક કલાક પહેલા આપ પી શકો છો.


ગ્રીન ટીમાં ટેનીન હોય છે. જેના કારણે જો તમે તેને જમવાના એક કલાક પહેલા લો છો તો તમને કબજિયાત, પેટમાં દુખાવો અને પાચન અથવા પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે.


સવારે અને સાંજે ગ્રીન ટી પીવાથી તમારું મેટાબોલિઝમ મજબૂત બને છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.


ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય કયો છે?



  • તમે સવારે કસરત કરવાના અડધા કલાક પહેલા તેને પી શકો છો

  • સવારે 11 થી 12 વચ્ચે પી શકો છો

  • જમવાના 1 કલાક પહેલા પીવાથી ફાયદો થાય છે

  • સાંજના નાસ્તાના 1-2 કલાક પછી પણ પી શકો છો

  • રાત્રે સૂતા પહેલા પીવું નહીં, તેનાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે.

  • દિવસમાં માત્ર 3-4 કપ ગ્રીન ટી પીવો, આનાથી વધુ ન પીવો.

  • તેમાં કેફીન પણ હોય છે, જે ઉબકાનું કારણ બની શકે છે.


ગ્રીન ટીનો સ્વાદ કડવો હોય છે, તેથી કેટલાક લોકો તેમાં ખાંડ નાખે છે. જો આ રીતે ખાંડ ઉમેરીને પીશો તો તેના ફાયદા નહિ થાય પરંતુ તેનાથી વિપરિત નુકસાન થશે. વેઇટ વધશે. આપ માત્ર ગ્રીન ટી પીવો છો અને બે ત્રણ કલાક સુધી કશું જ ખાતા નથી તો આ આદત પણ ખોટી છે. તેનાથી એસિડિટી ઉલ્ટીની સમસ્યા થઇ શકે છે


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.