International yoga Day 2023:હૃદયરોગ એ વૈશ્વિક સ્તરે મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. અમેરિકામાં દર 33 સેકન્ડે એક વ્યક્તિનું હૃદય રોગથી મૃત્યુ થાય છે. વર્ષ 2021 માં, લગભગ 6.95 લાખ લોકો હૃદય રોગથી મૃત્યુ પામ્યા, જે દર 5 મૃત્યુમાંથી એક મૃત્યુ બરાબર છે. આ જ કારણ છે કે, આરોગ્ય નિષ્ણાતો દરેકને  હાર્ટને હેલ્ધી રાખવા માટે સતત  ભલામણ કરે છે.


અમેરિકન હાર્ટ એસોસિએશનના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જીવનશૈલી અને આહારને યોગ્ય રાખવાની સાથે રોજિંદી કસરતની આદત બનાવીને હૃદયરોગના જોખમને ટાળી શકાય છે. તો શું યોગાભ્યાસથી પણ ફાયદો થઈ શકે?


યોગની સમગ્ર શરીર માટે ફાયદાકારક અસરો હોવાનું અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે. સંશોધકોએ કહ્યું કે જો તમે નિયમિત રીતે યોગાસન કરો છો, તો તે હૃદય રોગના તમામ જોખમી પરિબળોને ઘટાડીને તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. વિશ્વભરમાં યોગની પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા અને લોકોને તેના ફાયદાઓ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ શું યોગથી હૃદયના રોગો કે અટેકના ખતરાને ટાળી શકાય છે?


હૃદય રોગના પરિબળોને ઘટાડી શકે છે


આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે માત્ર બ્લડ પ્રેશર જ નહીં, અન્ય ઘણા પરિબળો છે જે હૃદયના રોગોનું જોખમ વધારી શકે છે, અને યોગની પ્રેક્ટિસ લગભગ તમામને ઘટાડે છે. જોન્સ હોપકિન્સ મેડિસિન દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે યોગ તણાવ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ બધાનું વધતું લેવલ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. યોગનો નિયમિત અભ્યાસ આદત હૃદયના ધબકારાને નોર્મલ કરે છે.


સંશોધકો શું કહે છે?


પેન હાર્ટ એન્ડ વેસ્ક્યુલર સેન્ટરના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. હેલેન ગ્લાસબર્ગ કહે છે, “મેટાબોલિઝમ સુધારવા અને તમારા કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે યોગનો સારો એવો ફાળો છે. જે ખાસ કરીને ધમનીઓને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે.આ ઉપરાંત, યોગથી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો થતો જોવા મળ્યો છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે જે લોકોમાં ઊંઘની ગુણવત્તા સારી નથી તેમને હૃદય રોગનું જોખમ વધારે છે. જો તમે નિયમિત રીતે યોગાસન કરવાની આદત બનાવો છો, તો તેનાથી હૃદયના સ્વાસ્થ્યને વિશેષ લાભ મળી શકે છે અને પાણ સ્ટ્રેસ ફ્રી રહેવાથી ગાઢ નિંદ્રા પણ માણી શકો છો