Child Health:શિયાળાની ઋતુમાં બાળકો બીમાર પડવાની શક્યતા વધી જાય છે. આ મોટે ભાગે તેમની  અવિકસિત રોગપ્રતિકારક શક્તિને કારણે બને છે. આના કારણે તેમને શરદી, ઉધરસ, તાવ,  ફ્લૂ,  જેવી બીમારીઓ થતી રહે છે. રોગ પ્રતિકારશક્તિ સારી હોય તેવા બાળકને આવી સમસ્યા નથી થતી. તો બાળકની ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની રીત એક્સ્પર્ટ પાસેથી જાણીએ 


આ કારણે માતા-પિતા માટે શિયાળા દરમિયાન તેમના બાળકના શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ બની જાય છે. દરેક સિઝનમાં તેમને ફિટ અને સ્વસ્થ રાખવા માટે  તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. સારી રોગપ્રતિકારક શક્તિ તેમને રોગો સામે લડવામાં  અને બીમાર પડે તો ઝડપથી સાજા થવામાં મદદ કરી શકે છે. શિયાળા દરમિયાન તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું, એક્સ્પર્ટ પાસેથી જાણીએ.


શિયાળામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની ટિપ્સ


પૌષ્ટિક ફૂડ આપો


સારી રોગપ્રતિકારક શક્તિ માટે સ્વસ્થ આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાતરી કરો કે તેઓ દરરોજ  હેલ્ધી ફૂડ  લે છે. તેમના આહારમાં પુષ્કળ ફળો, શાકભાજી, આખા અનાજ, બદામ અને સીડ્સ હોવા જોઈએ. તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે, તે શિયાળામાં થતી તમામ બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે.


સારી ઊંઘ મેળવો


જો તમારા બાળકો શિયાળામાં વારંવાર બીમાર પડે છે, તો તેનું કારણ છે કે તેમની નબળી રોગપ્રતિકારક શક્તિ છે. જો તે  યોગ્ય ઊંઘ ન લેતું હોય તો તે પણ નબળી રોગ પ્રતિકારશક્તિનું કારણ બને છે. જે  સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેમના રોગપ્રતિકારક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ઊંઘ જરૂરી છે. જ્યારે તમારા બાળકો રાત્રે પૂરતી ઊંઘ મેળવી શકતા નથી. તેથી તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જેના કારણે રોગો અને ચેપ સામે લડવું મુશ્કેલ બની જાય છે. રાત્રે ઓછામાં ઓછા 7 થી 8 કલાક સૂવાનું લક્ષ્ય રાખો.


વર્ક આઉટ કરવું પણ જરૂરી


શારીરિક પ્રવૃત્તિઓ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે રક્ત પરિભ્રમણને સુધારવામાં અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તમારા બાળકોને શારીરિક પ્રવૃત્તિઓ જેમ કે મેદાનની રમતો, દોડવું વગેરે તરફ પ્રેરો, સ્વિમિંગ સાયક્લિંગ નૃત્ય વગેરે પણ શરીરને સક્ષમ બનાવે છે.