Weight loss tips: હેલ્થ એક્સપર્ટના મતે માત્ર ડાયટ અને એક્સરસાઇઝથી વજન કંટ્રોલ નહીં થાય. દિનચર્યાની કેટલીક અન્ય અવ્યવસ્થિત આદતો તમારી બધી મહેનતને બગાડી શકે છે. જો તમે પણ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે તમારી જીવનશૈલી પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જાણીએ કે તમારી કઈ આદતો વજનને નિયંત્રણમાં રાખવા મુશ્કેલ બનાવી શકે છે?
ખૂબ જ ચાવીને ખાવું
આપે ઘણીવાર સાંભળ્યું હશે કે, ખોરાકને ખૂબ જ લાંબા સમય સુધી ચાવવો જોઈએ. આ આદત વજનને નિયંત્રણમાં રાખવામાં પણ અસર કરે છે. જો તમે પણ ખોરાકને બરાબર ચાવ્યા વિના ઉતાવળમાં ખાઓ છો, તો તમારી આ આદત આપની વજનને નિયંત્રિત કરવાના તમામ પ્રયત્નોને બગાડી શકે છે. ધીરે ધીરે ચાવીને ખાવાથી પાચન સારૂ થાય છે. અને વેઇટ લોસમાં પણ ફાયદો થાય છે.
ટીવી જોત-જોતા જમવું
શું આપને જમતા-જમતા મોબાઈલ-ટીવીને જોવાની આદત છે તો નિષ્ણાતો આ આદતને સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક ગણાવે છે. કુદરતી રીતે જમતી વખતે સ્ક્રીન પર જોવાથી ભૂખ કરતાવધું જમી લેવાઇ છે. જે વજન ઘટાડવાના પ્રયત્નોને અવરોધે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જમતી વખતે ડિજિટલ ઉપકરણોને દૂર રાખવાની આદત અપનાવવી જોઇએ.
એ સાચું છે કે, સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે, તેથી દિવસભર તૃપ્ત અને ઊર્જાથી ભરપૂર રહેવા માટે આરોગ્યપ્રદ નાસ્તો લો. આ પ્રકારનો નાસ્તો દિવસભર ભૂખ અને નાસ્તાની લાલસા ઘટાડીને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. નાસ્તામાં આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ફળો, દૂધ, ઈંડા અને ઓછી ચરબીવાળી વસ્તુઓનો સમાવેશ કરો. દિવસનું ભોજન સવારના નાસ્તા કરતાં ઓછું અને રાત્રિભોજન ખૂબ જ હળવું રાખો.
વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોએ પિઝા-બ્રેડ જેવી વસ્તુઓને બિલકુલ ટાળવી જોઈએ. ખાસ કરીને સફેદ બ્રેડ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વ્હાઈટ બ્રેડ ખાવાની આદતથી શરીરમાં કેલરી વધે છે, જેના કારણે વજન વધવાનું જોખમ રહે છે. સફેદ બ્રેડ ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે છે. આ વસ્તુઓને થોડા સમય માટે આહારમાંથી સંપૂર્ણપણે દૂર રાખો.