Hema Malini beauty secrets:બોલિવૂડની ડ્રીમ ગર્લ 76 વર્ષની ઉંમરે પણ ગ્લોઇંગ અને ટાઇટ સ્કિન છે. આ માટે તે કોઈ મોંઘી પ્રોડક્ટ કે બોટોક્સ ટ્રીટમેન્ટ લેતી નથી, પરંતુ ગ્લોઈંગ સ્કિન અને ટેનિંગને દૂર કરવા માટે તે ગ્લિસરીન અને લીંબુનું સોલ્યુશન બનાવે છે અને તેને ચહેરા અને શરીર પર લગાવે છે. તે વર્ષોથી આવું કરી રહી છે, જેના કારણે તેની ત્વચા ચમકદાર દેખાય છે. જો તમે પણ ડ્રીમ ગર્લ જેવી ત્વચા મેળવવા માંગો છો, તો તમે ટિપ્સ ફોલો કરી શકો છો.
હેમા માલિનીની ખૂબસૂરત ત્વચાનું રહસ્ય
ઈશા દેઓલનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પેઇજ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે સ્કિન કેર વિશે વાત કરી છે અને ટેનને દૂર કરવાની ટિપ્સ પણ આપે છે. આ માટે તે સ્કિન હાઇડ્રેઇટ રાખવા પુરતી પાણી પીવાની સલાહ આપે છે તેમજ ગ્લિસરીનમાં લીંબુનો રસની ટિપ્સ પણ આપે છે. લીંબુ અને ગ્લિસરીનને મિક્સ કરીને સ્કિન પર રાત્રે સૂતા પહેલા લગાવો. આ સોલ્યુશનને તમારા શરીર પર લગાવવાથી તમે જોશો કે તમારી ટેન સરળતાથી ઓછી થઈ જશે અને સ્કિન ગ્લોઇંગ બની જશે.
સ્કિનને ટાઇટ કરવાની ટિપ્સ
- ઢીલી પડેલી સ્કિને ટાઇટ કરે છે આ તેલ
- આ ઓઇલ બોટોક્સ જેવું કરશે કામ
- લવિંગનું તેલ સ્કિન માટે ફાયદાકારક છે
- આ તેલ સ્કિનની ફાઇન લાઇનને દૂર કરે છે
- રિંકલને દૂર કરવા માટે કારગર છે લવિંગનું તેલ
- લવિંગનું તેલ સ્કિનને ટાઇટ ઇફેકટ આપે છે
- એન્ટીઓક્સિડન્ટ એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર છે
- ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે આ તેલ
- બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે લવિંગનું તેલ
- લવિંગના તેલને આ રીતે ઘર પર બનાવો
- બદામ કે નારિયેળ કોઇપણ તેલ પેનમાં લો
- હવે 8થી 10 લવિંગને પીસીને તેલમાં ઉમેરો
- હવે આ તેલને સારી રીતે ગરમ કરો
- હવે લવિંગનું તેલ ઠંડુ પડે બાદ બોટલમાં ભરો
- આ તેલને રાત્રે સૂતા પહેલા ફેસ પર લગાવો
- ફેસ વોશ કરી થોડો ભીનો ત્યારે જ લગાવો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો