Best Water For Thyroid: Coriander ધાણામાં એન્ટી- ઓક્સિડેન્ટ અને વિટામિનનું સ્તર થાઇરોઇડ(Thyroid)ને નેચરલી કંટ્રોલ કરે છે અને થાઇરોઇડ હોર્મોનના ઉત્પાદનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
Coriander Water For Thyroid: થાઇરોઇડની બીમારી થાઇરોઇડ ગ્રંથિને લાગત બીમારી છે. થાઇરોઇડ ગળામાં આવેલી એક ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિમાં તકલીફ ઉભી થવાથી થાઈરાઈડ સંબંધી રોગ થાય છે. જયારે થાઇરોઇડ ગ્રંથિની વધારે સક્રિયતાને લીધે T3 અને T4 હોર્મોનનું જરૂરિયાતથી વધારે ઉત્પાદન થવા લાગે છે. આ બંને હોર્મોન્સનું વધારે ઉત્પાદન થવાથી શરીરની ઉર્જાનો સૌથી વધુ માત્રામાં ઉપયોગ થવા લાગે છે. તેને હાઇપરથાયરાડિઝ્મ કહેવાય છે.
થાઇરોઇડના દર્દીઓને થાઇરોઇડ કંટ્રોલ કરવા માટે દવા સિવાય દેશી નુસખાનો ઉપયોગ કરી શકાય છે. થાઇરોઇડનો કંટ્રોલ કરવા માટે કિચનમાં રહેલ કોથમીર (ધાણા) ખુબજ ફાયદાકારક છે. ધાણાનો ઉપયોગ પાણી બનાવીને કરવાથી સરળતાથી થાઇરોઇડ કંટ્રોલ કરી શકાય છે. આવો જાણીએ કે ધાણાનું પાણી થાઇરોઇડ કંટ્રોલ કરવામાં કેટલું અસરકારક છે અને તેનું સેવન કરવું જરૂરી છે.
ધાણા પોસક તત્વો અને વિવિધ એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીના ઉપચાર થઇ શકે છે. ધાણાનું પાણી કે ધાણાના બીજને સવારે પાણીમાં પલાળીને પીવાથી થાઇરોઇડ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ધાણામાં હાજર ખનીજ અને વીટામીનની અધિક માત્રા થાઇરોઇડના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે.
ધાણાના પાણીનો ઉપયોગ હજારો વર્ષોથી થાઇરોઇડ ગ્રંથિની સમસ્યાઓ દૂર કરવામાં થાય છે. નિત્યાનંદમ શ્રી આયુર્વેદા પર કામ કરતા એક યોગ ગુરુ અને યોગ વૈજ્ઞાનિકએ કહ્યું કે આયુર્વેદિક સારવારમાં આ થાઇરોઇડનો એક પ્રમુખ ઉપચાર છે. ધાણામાં એન્ટી- ઓક્સિડેન્ટ અને વિટામિનનું સ્તર થાઇરોઇડને નેચરલી કંટ્રોલ કરે છે અને થાઇરોઇડ હોર્મોનના ઉત્પાદનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
થાઇરોઇડ કંટ્રોલ કરવા માટે આ પાણી ખાલી પેટે દિવસમાં 2 વાર કરવું જોઈએ. જો તમે ઝડપી ફાયદો ઈચ્છો છો તો ધાણાના બીજને ઉકાળીને થોડી મિનિટો માટે પલાળી રાખો અને ફરી ઉકાળી તેનું સેવન કરવું.
થાઇરોઇડ વધવાથી દર્દીમાં ઘણા પ્રકારની તકલીફ થવા લાગે છે જેવી કે ગભરામણ થવી, હાડકામાં કમજોરી આવવી, ધ્રુજારી થવી, તણાવ અનુભવવો, વજન વધારે કે ઓછું થઇ જવું, આંખોમાં ઓછું દેખાવું કે આંખોમાં બળતરા થવી, સ્વભાવ ચીડિયો થવો. ઊંઘ ન આવવી વગેરેનો સમાવેશ થાય છે.
થાઇરોઇડની બીમારી માટે તણાવ, ખરાબ લાઈફ સ્ટાઇલ, ડાયટમાં આયોડિનની ઉણપ કે અતિરિક્તા, વંશાનુગત, મોડી રાત સુધી જાગવું, ડિપ્રેશનની દવા લેવી, ડાયાબિટીસ થવી અને ડાયટમાં સોયા ઉત્પાદનોનું વધારે સેવન કરવાથી થાઇરોઇડની તકલીફ વધી જવાની શક્યતા છે.