Health Tips:ઉનાળો શરૂ થઈ ગયો છે. દિવસનો તીવ્ર સૂર્યપ્રકાશ પહેલેથી જ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનાવે છે. આવી સ્થિતિમાં, આ સિઝનમાં હાઇડ્રેટેડ રહેવા માટે, સૌથી જરૂરી છે કે, પાણી પીતા રહેવું. શરીરમાં પાણીની કમી ન હોવી જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે ,કે ઉનાળામાં પાણી પીવાથી તમારા શરીરને એનર્જી મળે છે, પરંતુ કાળઝાળ ગરમીમાં માત્ર સાદું પાણી પૂરતું નથી. આવી સ્થિતિમાં, તમે ઘણા હેલ્થ ડ્રિંક્સનો ઉપયોગ કરીને તમારી જાતને ઉનાળામાં ફિટ અને સ્વસ્થ રાખી શકો છો.
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. શિયાળામાં ભારે અને ગરમ કપડાના બોજમાંથી તમને રાહત મળી છે. ઉનાળામાં તમે હળવા કપડા પહેરીને સ્ટાઇલિશ લૂકમાં ફરી શકો છો, પરંતુ સમસ્યા એ છે કે કાળઝાળ ગરમી બીમાર પણ જલ્દી થઇ જવાય છે. સન સ્ટોકથી બચવા માટે ખુદને હાઇડ્રેઇટ રાખવી જરૂરી છે. સમરમાં હેલ્થી રહેવા માટે માત્ર પાણી પીવું પુરતુ નથી.
માત્ર સાદા પાણીનું સેવન જ પુરતુ નથી
ઉનાળામાં સૌથી મહત્વની બાબત એ છે કે, પીવાનું પાણી રાખો. પરંતુ આરોગ્ય નિષ્ણાતોના મતે, માત્ર સાદા પાણીથી તમારા શરીરને કાળઝાળ ગરમીમાં સંપૂર્ણપણે હાઇડ્રેટ કરી શકાતું નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો આપણે આ ઋતુમાં પોતાની જાતની યોગ્ય કાળજી ન રાખીએ તો આપણા શરીરની ઉર્જા ઓછી થઈ જાય છે.
70 કિલો વજનના શરીરમાં 42 લિટર પાણી
નિષ્ણાતોના અભિપ્રાય મુજબ શરીરના વજન પ્રમાણે પાણીની જરૂર પડે છે. 70 કિલો વજન ધરાવતી વ્યક્તિના શરીરમાં લગભગ 42 લિટર પાણી હોય છે. તેનો અર્થ એ કે અડધાથી બે તૃતીયાંશ પાણી છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, કિડની આખા દિવસમાં લગભગ 800 મિલીલીટરથી 2 લીટર પેશાબનો વિકાસ કરે છે. જેના કારણે શરીરમાંથી પાણી પણ બહાર નીકળતું રહે છે. આ સાથે ઉનાળામાં ફેફસામાંથી પાણી પણ સુકાઈ જાય છે. જેના કારણે અંદાજે 750 મિલી પાણીનો વ્યય થાય છે.
પાણી સિવાયના હેલ્ધી ડ્રિન્ક
ઉનાળામાં બને એટલું નારિયેળ પાણી પીવો, તે મિનરલ્સની ઉણપને પૂરી કરે છે.પ્રોબાયોટીક્સથી ભરપૂર ઠંડી છાશ તમારા શરીરને એનર્જી આપે છે. જ્યારે રસદાર ફળ શરીરને વિટામિન્સ પ્રદાન કરે છે.લીંબુ સરબત પીવો. મસાલા સોડા એ એક સ્વાદિષ્ટ પીણું છે. હાઇડ્રેટેડ રહેવા માટે ઇલેક્ટ્રોલાઇટ સપ્લીમેન્ટ્સનો પણ ઉપયોગ કરી શકાય છે.