Navaratri Fasting:9મી એપ્રિલ 2024થી એટલે કે આજથી  ચૈત્ર નવરાત્રીનો પવિત્ર અવસર શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન માંય ભક્તો  9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે, ઉપવાસ દરમિયાન કસરત કરવી જોઈએ કે નહીં? તો ચાલો જાણીએ તેના વિશે નિષ્ણાત પાસેથી


આજકાલ લોકોમાં ફિટનેસનો ક્રેઝ વધી રહ્યો છે. જેના માટે તેઓ કસરતથી લઈને ડાયટિંગ  સુધીની ટિપ્સને ફોલો કરે છે.  તેમજ હવે 9મી એપ્રિલ એટલે કે આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ છે, જે 17મી એપ્રિલે પૂરી થશે. ચૈત્ર નવરાત્રીથી નવું હિન્દુ વર્ષ શરૂ થાય છે. આવી સ્થિતિમાં લોકો માતા રાનીની પૂજા કરે છે અને આ 9 દિવસોમાં વ્રત રાખે છે. વ્રત રાખવું આપણા શરીર માટે પણ ફાયદાકારક છે. તે તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ કરી શકે છે.


હવે એ સમજીએ કે, ઉપવાસ દરમિયાન કે ક્રશ ડાયટિંગ દરમિયાન વર્ક આઉટ કરવું જોઇએ કે નહી. ઘણા લોકો ઉપવાસ દરમિયાન પણ કસરત અને વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. પરંતુ દરેકના મનમાં એક વાત ચોક્કસપણે આવે છે કે જો આપણે પહેલેથી જ ઉપવાસ કરી રહ્યા છીએ, તો શું આપણા માટે કસરત અને વર્કઆઉટ કરવું યોગ્ય રહેશે? સારું, જ્યારે તમે 9 દિવસ માટે ઉપવાસ કરો છો, તો તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આપ મે નબળાઈ ન અનુભવો છો તો વર્કઆઉટ કરવું હિતાવહ નથી.  જો કે જો આપ વર્ક આઉટ દરમિયાન પણ હેલ્ધી ફૂડ લો છો તો વર્ક આઉટ કરી શકો છો.


ફિટનેસ નિષ્ણાતના મત મુજબ  ઉપવાસ દરમિયાન એક્સરસાઇઝ કરવી એ તમારી કેલરી ઇન્ટેક પર નિર્ભર કરે છે. જો તમારી દૈનિક કેલરીની માત્રા સારી છે તો કસરત તમારા માટે યોગ્ય છે. પરંતુ જો તમે ઓછી કેલરી લેતા હોવ તો તમારે વધારે કસરત ન કરવી જોઈએ. તમે ચાલી શકો છો અથવા સામાન્ય કસરત કરી શકો છો. તેનો અર્થ એ કે તમે હળવા વર્કઆઉટ્સ કરી શકો છો, ફક્ત ધ્યાનમાં રાખો કે તમારે આવી સ્થિતિમાં ખૂબ હાર્ડ વર્કઆઉટ કરવાની જરૂર નથી.


જો આપણે વ્યાયામ કરીએ છીએ, તો આપણી કેલરી બર્ન થશે પરંતુ સમાન્ય રીતે  ઉપવાસ દરમિયાન, કેલેરીનો ઇનટેક ઘટી જાય છે.  આવી સ્થિતિમાં, તમે જો હાર્ડ વર્કઆઉટ કરશો તો  આના કારણે થાક અનુભવી શકો છો. તેથી, ઉપવાસ દરમિયાન ખૂબ હાર્ડ વર્કઆઉટને અવોઇડ કરવું જોઇએ.