Drinking Water Before Brushing : મોટાભાગના લોકો સવારે ખાલી પેટ પુષ્કળ પાણી પીવાનું પસંદ કરે છે. તેનાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે અને પેટ સાફ રહે છે. નિષ્ણાતોના મતે સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે. તેથી, દરરોજ સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલા 1-2 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ ઘણા લોકો સવારે બ્રશ કર્યા પછી પાણી પીવે છે, જ્યારે કેટલાક લોકો બ્રશ કર્યા પહેલા પાણી પીવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે બ્રશ કર્યા પહેલા સવારે ખાલી પેટે પાણી પીવું જરૂરી છે કે નહીં.
સવારે ઊઠીને બ્રથ કર્યા વગર પાણી પીવું જોઈએ કે નહીં ?
સવારે ખાલી પેટ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ શરીર હાઇડ્રેટ રહે છે. આ સિવાય તે પેટને લગતી ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. પાણી પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે, જેનાથી પાચનક્રિયા સુધરે છે. ઘણા લોકોને સવારે ખાલી પેટે બ્રશ કર્યા વગર પાણી પીવું ગમે છે અને ઘણા બ્રશ કર્યા પછી પાણી પીવે છે.
સવારે દાંત સાફ કરીને પાણી પીવાથી શરીરને અનેક બીમારીઓથી બચાવી શકાય છે. બ્રશ કર્યા પછી પાણી પીવાથી શરીરને અનેક રોગોથી બચાવી શકાય છે. પરંતુ દાંત સાફ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે શરદી, ઉધરસ અને ફ્લૂ સામે રક્ષણ આપે છે.
સવારે બ્રશ કર્યા વિના પાણી પીવું એ ચમકતી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. તે મોઢાના ચાંદાથી પણ રાહત આપે છે.
હાઈ બ્લડ પ્રેશર અને શુગરના દર્દીઓ માટે સવારે દાંત સાફ કર્યા વગર પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી બીપી કંટ્રોલમાં રહે છે. તેમજ વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી શ્વાસની દુર્ગંધથી રાહત મળે છે. રાત્રે સૂતી વખતે મોઢામાં લાળ ન હોવાને કારણે મોં શુષ્ક થઈ જાય છે, જેના કારણે બેક્ટેરિયા વધે છે. જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં, સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ નવશેકું પાણી પીવું ફાયદાકારક છે.