Fssai banned 10 foods in India: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે Fssai એ બજારમાં ઉપલબ્ધ 10 ખાદ્ય પદાર્થોને હાનિકારક ગણાવીને પ્રતિબંધિત કર્યા છે. તો તમારે પણ આજથી તેને ખાવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. જો કોઈપણ ઉત્પાદનમાં કોઈ હાનિકારક વસ્તુ જોવા મળે છે, તો તે તેના પર પ્રતિબંધ મૂકે છે. જો કે, આમાંના કેટલાક ઉત્પાદનો તેની સામગ્રીમાં ફેરફાર કર્યા પછી ફરીથી વેચાવા લાગ્યા છે.


 ચાઇનીઝ દૂધ અને પ્રોડક્ટ


ચાઈનીઝ દૂધ અને મિલ્ક પ્રોડક્ટ્સમાં મેલામાઈન નામનું ઝેરી કેમિકલ મળ્યું હતું, જેના કારણે FSSAIએ 2008માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.


આર્ટિફિશિયલ રાઇપિંગ એજન્ટ


ફળોને ઝડપથી પકાવવા માટે આર્ટિફિશિયલ રાઇપિંગ એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કેલ્શિયમ કાર્બાઇડ અને એથિલિન ગેસ હોય છે, જે કેન્સરનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં કૃત્રિમ રીતે પાકેલા ફળોનું સેવન ન કરો.


ચાઇનીઝ લસણ


ચાઈનીઝ લસણ પણ ભારતમાં મોટી માત્રામાં લાવવામાં આવ્યું હતું, પરંતુ તેમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આ કારણોસર તેને 2019માં પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, તેનાથી કેન્સર થઇ શકે છે


એનર્જી ડ્રિક્સ


ભારતમાં આવા એનર્જી ડ્રિંક્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે. તેનાથી કેન્સર અને ડાયાબિટીસ થઈ શકે છે. જો કે, ભારતમાં હજુ પણ ઘણા એનર્જી ડ્રિંકનું સેવન અને વેચાણ થાય છે. બાદમાં ઇન્ગ્રીડિએન્ટમાં ફેરફાર કરીને ફરીથી તેનું વેચાણ કરવામાં આવે છે. જો કે, તેનો ઉપયોગ શરીરને નુકસાન પહોંચાડી શકે છે અને કેન્સર અને ડાયાબિટીસનું કારણ બની શકે છે.


Sassafras તેલ


Sassafras તેલને પણ ઝેરી વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે. FSSAI એ 2003 માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તેમાં ઉચ્ચ સ્તરનું યુરિક એસિડ મળી આવ્યું હતું, જે હૃદય માટે હાનિકારક છે.


અન્ય પાંચ ખાદ્ય ચીજો કે જેના પર ભારતમાં પ્રતિબંધ છે


ભારતમા જેનેટિકલી મોડીફાઈડ ફૂડ, પોટેશિયમ બ્રોમેટ, ફોઈ ગ્રાસ, બ્રોમિનેટેડ વેજીટેબલ ઓઈલ અને રેબિટ મીટ જેવા ફૂડ્સ આઇટમ પર સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, જે અહીં વેચાતી નથી અને તેને વેચવા માટે સખત સજા છે.