Health Tips:કેળા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તેમેજ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે.જ્યારે કોલેસ્ટોલ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવાથી હાર્ટ આપોઆપ સ્વસ્થ રહે છે.
કેળા પાચન તંત્રને દુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર છે, કેળાના નિયમિત સેવનથી ભોજન યોગ્ય રીતે પચી જાય છે. કેળા કબજિયાત અને ગેસની સમસ્યાથી મુક્તિ આપે છે.
મહિલાઓમાં લોહીની કમી વધુ રહેતી હોવાથી તે એનમિયાની શિકાર બને છે. આ સ્થિતિમા કેળાં મદદરૂપ થઇ શકે છે. તે આયરનથી ભરપુર છે. તેથી હિમોગ્લોબિની કમી દૂર થાય છે.
મહિલાઓને વધુ કેલ્શિયમની ઉણપ રહે છે. જેના કારણે ઓસ્ટોયોપોરોસિસ અને સાંધાના દુખાવાની સમસ્યાની ફરિયાદ રહે છે, આ સ્થિતિમાં કેલ્શિયમથી ભરપૂર કેળાં મદદરૂપ થાય છે. જે કેલ્શિયમની ઉણપને દૂર કરે છે.
કેળા ખાનર વ્યક્તિનું એનર્જી લેવલ સાધારણ વ્યક્તિથી વઘુ હોય છે. કેળું એનર્જી લેવલ વધારવાની સાથે આયરનની પણ પૂર્તિ કરે છે. કેળામાં વિટામિન, આયરન, ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. કેળાના અન્ય ક્યા ફાયદા છે જાણીએ
ડિપ્રેસનડિપ્રેસનના દર્દી માટે પણ કેળું ઉપકારક છે. કેળામાં એવા પ્રકારનું પ્રોટીન છે, જે આપને રિલેક્શ ફીલ કરાવે છે. ઉપરાંત કેળામાં મોજૂદ બી-6 શરીરમાં બ્લડ ગ્લુકોઝના લેવલને ઠીક કરે છે.
એનર્જી લેવલ વધારશેકેળાના સેવનથી શરીરનું એનર્જી લેવલ અપ થાય છે. કેળામાં આયરન હોવાથી હિમોગ્લોબિનની પૂર્તિ થાય છે અને શક્તિમાં વધારો થાય છે. કબજિયાતની સમસ્યામાં પણ કેળાનું સેવન ઔષધ સમાન છે.
સૂકી ઉધરસમાં કારગરજો સૂકી ઉધરસની સમસ્યા હોય તો કેળાને દૂધમાં ફેટીને લેવાથી રાહત મળે છે. કેળાનો સેક અથવા તો કેળાનું સરબત પણ સૂકી ઉધરસમાં કારગર પ્રયોગ છે.
આયરનએનીમિયા એટલે કે શરીરમાં હિમોગ્લોબીનની કમી. જો કોઇ વ્યક્તિમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો નિયમિત કેળાના સેવનથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દૂર થાય છે. કેળામાં ભરપૂર માત્રામાં આયરન મોજૂદ છે.
Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો