Health tips:હાલ  ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આ સ્થિતિમાં  ઉધરસ અને શરદીની સમસ્યા સમાન્ય રીતે જોવા મળી રહી છે.  આવી સ્થિતિમાં, જો તમે તમારી જાતને આ રોગોથી બચાવવા માંગતા હો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે


માર્ચ મહિનો પૂરો થવાનો છે. હવામાનનો મિજાજ પણ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. દિવસે ગરમીનો અહેસાસ અને રાત્રે ઠંડીના કારણે રોગોમાં વધારો થાય છે. હવામાનમાં આ ઉતાર-ચઢાવથી લોકો પરેશાન છે. ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ અને રાત્રિનું તાપમાન આરોગ્યને બગાડી રહ્યું છે. હોસ્પિટલમાં શરદી, ઉધરસથી પીડિત દર્દીની લાંબી કતારો જોવા મળી રહી છે.  હવામાનમાં આવેલા આ ફેરફારની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર પડી છે. આવો ડોક્ટર પાસેથી જાણીએ કે આ સિઝનમાં કેવી રીતે તમારી સાર સંભાળ રાખવી.


 જો  સ્વસ્થ રહેવું હોય તો આ કરવાનું ટાળો


આ ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી તે અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, લાંબા સમય સુધી તડકામાં બહાર રહ્યા પછી અચાનક આવીને ઠંડુ પાણી પીવું સૌથી ખતરનાક છે. આવું કરનારાઓમાં વધુ સમસ્યા જોવા મળી રહી છે. જો તમે આવા હવામાનમાં તમારી જાતને બચાવવા માંગતા હોવ તો કેટલીક સાવચેતી રાખવી જોઈએ.


 



  1. બને તેટલું ગરમ ​​કે નવશેકું પાણી પીઓ

  2. માત્ર સ્વસ્થ અને તાજો ખોરાક જ લો.

  3. નદી સ્વિમિંગ પુલ જેવી જગ્યાને ન્હાવાનું ટાળો

  4. જાહેર અને ભીડવાળી જગ્યા માસ્કનો ઉપયોગ કરો.

  5. તમે જ્યાં રહો છો તે જગ્યા અને આસપાસની સ્વચ્છતાનું ધ્યાન રાખો.


 આબોહવા પરિવર્તન આરોગ્યને કેમ અસર કરે છે?


આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન ગરમીના કારણે, લોકો તેમનો આખો સમય ટી-શર્ટ જેવા હળવા કપડાં પહેરીને પસાર કરે છે. જ્યારે રાત્રે હવામાન ઠંડું હોય, ત્યારે ધાબળાનો ઉપયોગ કરો. કેટલાક સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની જીવનશૈલીને કારણે બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓ વધવાનો ખતરો રહે છે. તેનાથી બચવા અને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વધારે   હૂંફાળું મ પાણી પીવું જોઈએ.


 Disclaimer: હીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો