White Hair Reason: જો તમારા વાળ નાની ઉંમરથી જ સફેદ થવા માંડ્યા હોય અથવા તો હેર લોસની સમસ્યા સતાવતી હોય તો કેટલીક આપણી ભૂલો પણ આ સમસ્યા માટે જવાબદાર હોય છે.
સફેદ વાળ વૃદ્ધાવસ્થાની નિશાની માનવામાં આવે છે. પરંતુ આજકાલ તે યંગ એઝમાં જ જોવા મળે છે. આયુર્વેદ અનુસાર, એવું માનવામાં આવે છે કે જો તમારો સ્વભાવ પિત્ત દોષનો છે, તો તમને આ સમસ્યા ચોક્કસપણે થશે. અકાળે વાળ સફેદ થવા પાછળ કેટલીક આપણી ભૂલો પણ જવાબદાર છે. જાણીએ ક્યાં છે મુખ્ય કારણો
આયુર્વેદ નિષ્ણાત મુજબ 3 ભૂલોને કારણે અકાળે વાળ સફેદ થાય છે. જો આપ વધુ પડતા ગરમ પાણીથી હેર વોશ કરો છો તો અકાળે વાળ સફેદ થાય છે. શક્ય હોય ત્યાં સુધી વાળ રૂમ ન ગરમ અને ખૂબ જ ઠંડા એટલે હૂંફાળા પાણીથી જ વોશ કરવા જોઇએ. વધુ ગરમ પાણી વાળને નુકસાન પહોંચાડે છે અને જો તે નબળા પડી જાય છે, તો તમારા વાળ શુષ્ક અને નિર્જીવ બની જાય છે. તે પછી તે અકાળે સફેદ થવા લાગે છે.
સિગારેટના ધુમાડામાં રહેલા નિકોટિન અને તમાકુ રક્તવાહિનીઓને સંકુચિત કરે છે. આ વાળના ફોલિકલ્સમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે, જે વાળ ખરવા અને વાળના અકાળે સફેદ થવા તરફ દોરી જાય છે.
જો આપ વારંવાર વાળની ટ્રીટમેન્ટ કરવા છો,. હેર પર વધુ કેમિકલનો ઉપયોગ કરો છો, હેર કલર માટે કેમિકલ્સ યુક્ત પ્રોડકટનો ઉપયોગ કરો છો તો પણ આપના વાળ યંગ એઝમાં સફેદ થઇ જાય છે.
વાળને સફેદ થતાં અટકાવવાના ઉપાય
- સપ્તાહમાં એક વખત સ્કેલ્પમાં ડુંગળીનો રસ લગાવો
- નિયમિત માથામાં નારિયેળ તેલથી માલિશ કરો
- લીલા શાકભાજી અને કઠોળને ડાયટમાં સામલે કરો
- દૂધ અને દહીને નિયમિત ડાયટમાં સામેલ કરો
- દિવસના 2 સિઝનલ ફ્રૂટસ અચૂક ખાવો
- જંકફૂડ અને પ્રોસેસ્ડ ફૂડને અવોઇડ કરો
- તણાવથી દૂર રહો
- મીઠા લીમડાના પાનનું સેવન પણ વાળને સફેદ થતાં રોકે છે
- મીઠા લીમડાને પાનને સૂકવી તેને તેલ સાથે ઉકાળીને ઠંડુ થયા બાદ લગાવો
- આ ઉપાય સપ્તાહમાં 2 વખત કરો, વાળને અકાળે સફેદ થતાં રોકી શકાશે.