Health:Diet Drinks:તાજેતરમાં થયેલા એક  અભ્યાસનું તારણ છે કે, કેટલાક ડ્રિન્ક અને લો સુગર લોડેડ ડાયટ સ્વાસ્થ્ય માટે  ખતરનાક છે.


 ખાંડનું સેવન એક લિમિટ સુધી ઠીક છે  પરંતુ જો તેનું સેવન  અમર્યાદિત રીતે કરવામાં આવે તો  તે જીવન માટે ઘાતક બની શકે છે. ખાંડ એ ઉચ્ચ લોડિંગ કેલરી ખોરાક છે. તેને ખાવાથી શરીરને બિનજરૂરી કેલરી મળે છે. તેનાથી હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. કેટલાક લોકો ખાંડને બદલે ડાયેટ ડ્રિંક્સ પીવા અથવા બજારમાં વેચાતી ઓછી ખાંડવાળા મીઠા પીણાં પીવાની ભલામણ કરે છે. આના કારણે, ખાંડ ઓછી માત્રામાં જ શરીરમાં જશે. પરંતુ હાલમાં જ જે અભ્યાસ બહાર આવ્યો છે તેમાં ડાયેટ ડ્રિંક અને લો લોડ શુગર ડ્રિંકને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક ગણાવ્યા છે. તે મગજને સીધું નુકસાન પહોંચાડી શકે છે


મેટેબોલિઝમ ધીમું કરે છે


JCI ઇનસાઇટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, જો ટીન એજથી લાંબા સમય સુધી ડાયેટ ડ્રિંક્સ અને સ્વીટ ડ્રિંકનું સેવન કરવામાં આવે તો તે મગજ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તે ચયાપચયને ધીમું કરે છે. તેનાથી નાની ઉંમરમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. પ્રથમ વ્યક્તિ તેને એક પરીક્ષણ તરીકે લે છે, પરંતુ પછીથી આદત પડવાથી, તેનું વધુ સેવન કરવાનું શરૂ કરે છે. સંશોધકોનું કહેવું છે કે તેમનો હેતુ એ નથી કે કોઈ તેને ઓછી માત્રામાં ન લે, પરંતુ વધુ માત્રામાં તેનું સેવન કરવું શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે.


યાદશક્તિમાં ઘટાડો


સંશોધકને સૌથી ખતરનાક તારણ મળ્યા છે.  તે મગજના કાર્યને અસર કરે છે અને યાદશક્તિ ગુમાવવાની સ્થિતિ તરફ દોરી જાય છે. આ માટે સંશોધકોએ ઉંદરોના બે જૂથ બનાવ્યા. જેમાં એક ઉંદરોના સમૂહને લો સુગર ડ્રિન્ક અને ડાયેટ ડ્રિંક્સ આપવામાં આવ્યાં હતાં. જ્યારે ઉંદરોના બીજા જૂથને ખોરાક સાથે માત્ર પાણી આપવામાં આવ્યું હતું. જ્યારે આ ઉંદર પુખ્ત બન્યા ત્યારે જે ઉંદરોને મીઠાં પીણાં અને ડાયેટ ડ્રિંક્સ આપવામાં આવ્યાં હતાં તેમની યાદશક્તિમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થયો હતો.તેઓ મેમરી ટેસ્ટ પાસ કરી શક્યા ન હતા. જ્યારે અન્ય જૂથના ઉંદરો યાદશક્તિની પરીક્ષા સરળતાથી પાસ કરી શક્યા હતા.


વજન પણ ઘટતું નથી


ડાયેટ ડ્રિંક્સ અથવા લો-લોડેડ સુગર ધરાવતા ઉત્પાદનોનો ઉપયોગ ડાયટિંગ કરતા લોકો પણ કરે છે   પરંતુ અન્ય સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે તેમના સેવનથી વજન ઘટશે નહીં પરંતુ વજન વધુ ઝડપથી વધશે. અભ્યાસમાં પણ તેને શરીરના મેટાબોલિઝમ માટે ખતરનાક ગણાવ્યું છે. નિષ્ણાતો કહે છે કે જો તમારે  ડ્રિંક પીવું હોય તો પાણી પીઓ  સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમાં યોગ્ય એનર્જી લેવલ હોય છે, જો આપ  ઉનાળામાં પાણી પીઓ છો તો તમને એક અલગ જ એનર્જીનો અનુભવ થાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.