Health: ધૂળની એલર્જી એ એક સામાન્ય સમસ્યા છે, જે ખાસ કરીને એવા લોકોને થાય છે જેઓ અસ્થમા અથવા શ્વાસની સમસ્યાથી પીડાતા હોય. આ એલર્જીના લક્ષણોમાં નાક વહેવું, છીંક આવવી, આંખોમાં બળતરા અને ગળામાં ખરાશ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.
જો કે એલર્જીથી રાહત મેળવવા માટે દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ કેટલાક કુદરતી અને ઘરગથ્થુ ઉપાયો છે, જે આ સમસ્યાને નિયંત્રિત કરી શકે છે. આ ઉપાયો માત્ર એલર્જીના લક્ષણોથી રાહત આપતા નથી, પરંતુ તે શારીરિક સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. આ લેખમાં તમે આવા જ કેટલાક ઉપાયો વિશે જાણી શકશો.
સેંધા નમકનો પ્રયોગ
ગરમ પાણીમાં રોક સોલ્ટ ઓગાળીને નાક દ્વારા તેની સ્ટીમ લેવી. રાહત મેળવવાનો આ ઉત્તમ ઉપાય છે. તે માત્ર નાકને જ સાફ નથી કરતું પરંતુ પરંતુ ગળામાં સોજાને પણ ઘટાડે છે. એલર્જીના લક્ષણોથી રાહત આપે છે.
આદુ અને મધનો પ્રયોગ
આદુ અને મધ બંને કુદરતી એન્ટીઑકિસડન્ટો અને એન્ટી ઇંફ્લામેટરી તત્વોથી ભરપૂર હોય છે. જો તમને ધૂળની એલર્જી હોય તો એક ચમચી મધમાં તાજા આદુનો રસ ભેળવીને દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આ મિશ્રણ ગળામાં સોજો મટશે સાથે આ એલર્જી થતી શરદી,દમ શ્વાસમાં પણ રાહત મળશે.
તુલસી અને હળદરનો ઉકાળો
તુલસી અને હળદર બંને આયુર્વેદિક દવાઓ છે, જે પ્રદૂષણ અને એલર્જી સામે અસરકારક રીતે કામ કરે છે. તુલસીના પાનને ઉકાળીને તેમાં હળદર ઉમેરી તેનો ઉકાળો બનાવીને પીવો. આ મિશ્રણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં, સોજો ઘટાડવામાં અને એલર્જીને કારણે થતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
નાળિયેર તેલનો પ્રયોગ
નાળિયેર તેલ માત્ર ત્વચા માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે. જો તમે ધૂળની એલર્જીને કારણે નાક બંધ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમે રાત્રે સૂતા પહેલા નાકની નજીક અને ગળા પર નારિયેળના તેલની હળવાશથી માલિશ કરી શકો છો. તેનાથી શ્વાસ લેવામાં રાહત મળે છે અને સોજો ઓછો થાય છે.
વરિયાળી અને જીરું પાણી
વરિયાળી અને જીરાનું પાણી પાચનતંત્ર તેમજ શ્વસનતંત્ર માટે ફાયદાકારક છે. આ બંનેને ઉકાળીને પાણી બનાવીને દિવસમાં એક કે બે વાર પીવાથી ડસ્ટ એલર્જીના લક્ષણો ઓછા થઈ શકે છે. આ મિશ્રણ શરીરમાંથી વધારાના પ્રદૂષકોને બહાર કાઢવામાં મદદ કરે છે, એલર્જીથી રાહત આપે છે.