easy weight loss tips: આજકાલ વજન ઘટાડવાની વાત આવે એટલે લોકો સૌથી પહેલા કડક ડાયેટ, જિમમાં કલાકો સુધી પરસેવો પાડવાનું અને અસંખ્ય નિયમો વિશે જ વિચારે છે. પરંતુ, ફિટનેસ ઇન્ફ્લુએન્સર દિશા મગ્ગુએ આ માન્યતા તોડી છે. તેણે કોઈ પણ ફેન્સી ડાયેટ કે કડક નિયમો વગર માત્ર 4 મહિનામાં 15 કિલો વજન ઘટાડીને સૌને ચોંકાવી દીધા છે. દિશાનું માનવું છે કે વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી, પરંતુ રોજિંદા જીવનમાં કેટલાક નાના અને યોગ્ય ફેરફારો લાંબા ગાળે મોટું પરિણામ આપી શકે છે. જે લોકો કડક નિયમોના ડરથી વેઇટ લોસ જર્ની શરૂ નથી કરી શકતા, તેમના માટે આ 5 સરળ આદતો ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
1. ચાલવાની આદત અને પૂરતું પાણી
દિશાના મતે, વજન ઘટાડવાની શરૂઆત સૌથી સરળ કસરત એટલે કે 'ચાલવા'થી કરવી જોઈએ. લોકો ઘણીવાર ચાલવાના ફાયદાઓને નજરઅંદાજ કરે છે, પરંતુ તે એક બેસ્ટ કાર્ડિયો વર્કઆઉટ છે. લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરવાની આદત પાડો. આ ઉપરાંત, સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ પૂરતું પાણી પીવું જોઈએ. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે, દિવસભર એનર્જી જળવાઈ રહે છે અને વારંવાર ભૂખ પણ નથી લાગતી.
2. ડાયેટમાં ફાઇબરનો ઉમેરો
મોટાભાગે લોકો વજન ઘટાડવા માટે માત્ર પ્રોટીન પર જ ધ્યાન આપે છે, પણ ફાઇબરને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. ડાયેટમાં ફાઇબરવાળો ખોરાક સામેલ કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને પાચનતંત્ર પણ સુધરે છે. આ સાથે તે બ્લડ સુગરને પણ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
3. ઘરનું જમવાનું છે સૌથી બેસ્ટ
વજન ઘટાડવાનું બીજું મોટું સિક્રેટ 'ઘરનું જમવાનું' છે. બહારના અને પ્રોસેસ્ડ ફૂડમાં છૂપી કેલરી અને વધુ પડતી ખાંડ હોય છે, જે વજન વધારે છે. જ્યારે ઘરે બનાવેલા જમવામાં તેલ, મીઠું અને મસાલા પર આપણો પૂરો કંટ્રોલ હોય છે, જે વધારાની કેલરી શરીરમાં જતી અટકાવે છે.
આ પણ વાંચોઃ સમય નથી? તો હવે અઠવાડિયામાં માત્ર 1 દિવસની કસરતથી પણ ઘટાડી શકાશે વજન, નવા રિસર્ચમાં ધડાકો
4. કેલરી ડેફિસિટ (Calorie Deficit)
વજન ઘટાડવાનું સૌથી મોટું વિજ્ઞાન છે 'કેલરી ડેફિસિટ'. એટલે કે, તમારું શરીર આખો દિવસમાં જેટલી કેલરી બાળે છે, તેના કરતા રોજિંદા ખોરાકમાં થોડી ઓછી કેલરી લેવી. આ માટે પોતાના ખોરાકની પસંદગી પર ધ્યાન આપો.
5. ખાંડવાળા પીણાં ટાળો અને સાતત્ય જાળવો
કોલ્ડ ડ્રિંક્સ કે પેકેજ્ડ જ્યૂસ પીવા કરતા આખા ફળો ખાવાનો આગ્રહ રાખો. દિશા સ્પષ્ટ કહે છે કે વજન ઘટાડવા માટે કોઈ જાદુઈ છડી નથી હોતી. યોગ્ય આહાર, નિયમિત એક્ટિવિટી અને ધીરજ જ તમને સફળતા અપાવશે. સાતત્ય જાળવી રાખશો તો ભૂખ્યા રહ્યા વિના જ તમે હકારાત્મક પરિણામો મેળવી શકશો.
આ પણ વાંચોઃ દરરોજ સીડીઓ ચઢવા-ઉતરવાથી શરીરમાં થશે આ બદલાવ
