Holi Skin Care Tips: રંગોમાં ભીંજાતા પહેલા, તમારી ત્વચાની સંભાળ રાખવાની ટિપ્સ પહેલા જાણી લો, નહીંતર કેમિકલયુક્ત રંગો તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.


8 માર્ચે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઘરમાં ગુજીયા અને લાડુ સહિતની મીઠાઇ બની રહી છે. બજારો પણ રંગોથી સજ્જ જોવા મળી રહ્યાં છે. હોલિકા દહન બાદ રંગોત્સવી ઘૂળેટીની લોકો અતિઉત્સાહથી ઉજવણી કરે છે. પરંતુ રંગોમાં તરબોળ થતાં પહેલા સ્કિનનું  કેવી રીતે ધ્યાન રાખશો જેથી સ્કિનની સુંદરતા રંગોના કારણે ડેમેજ ન થાય. જાણીએ રંગોમાં રંગાતા પહેલા  આપની સ્કિનને કલર પ્રૂફ કેવી રીતે બનાવીશું.


સનસ્ક્રીન લગાવો


 જો તમે હોળી રમવા જઈ રહ્યા હોવ તો ધ્યાન રાખો કે ત્વચા પર રંગ લગાવતા પહેલા તમારે 50 SPF વાળું સનસ્ક્રીન લગાવવું જ જોઈએ. તેને લગાવવાથી ત્વચા પર એક રક્ષણાત્મક સ્તર બને છે. જેના કારણે તમારી ત્વચાને રંગોની હાનિકારક અસરોથી રક્ષણ મળી શકશે.


પ્રવાહીનું સેવન વધારવું


રંગમાં કેમિકલ્સ હોય છે, આવી સ્થિતિમાં જ્યારે તેને ચહેરા પર લગાવવામાં આવે છે ત્યારે ત્વચા વધુ શુષ્ક થઈ જાય છે. તેનાથી બચવા માટે હોળીના થોડા દિવસો પહેલા પ્રવાહીનું સેવન વધારવું. આનાથી ત્વચા હેલ્ધી રહેશે, સાથે જ હાઇડ્રેટ પણ રહેશે. તમે દહીં, રસદાર ફળો, છાશ અથવા ગમે તે ફળોનું જ્યુસનું સેવન પણ કરી શકો છો.


આઇસ ક્યુબ વડે મસાજ કરો


 રંગો રમતા પહેલા સ્કિન પર આઈસ ક્યુબ ઘસો તેનાથી રોમછિદ્રો બંધ થઈ જાય છે અને જ્યારે તમે હોળી રમો છો ત્યારે તે તમારી ત્વચામાં બેસતા નથી.


ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો


 હોળી રમતા પહેલા તમારે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવું જોઈએ. કોઈપણ ક્રીમનો ઉપયોગ કરવાને બદલે નારિયેળ તેલ લગાવો. અથવા તો તમે બદામ અને તલનું તેલ લગાવી શકો છો.આ તેલ લગાવવાથી ત્વચામાં ખીલ અને સોજાની સમસ્યા રહેતી નથી.હોળી રમતા પહેલા હાથ,પગ અને ગાલ પર સરસવના તેલથી હળવા હાથે માલિશ કરો, તેનાથી રંગની અસર ઓછી થઈ જશે.


ફુલ કવર કપડા પહેરો


 હોળી રમતી વખતે આખું શરીર કવર થાય તેવા જ કપડાં પહેરો,  જો તમે સ્લીવલેસ કપડાં પહેરો છો, તો કેમિકલ ત્વચાને અંદરથી નુકસાન પહોંચાડવાનું કામ કરશે.