શિયાળો હોય કે ઉનાળો, એકવાર તમને શરદી અને ખાંસી થઈ જાય તો તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. શરદી-ખાંસીની સાથે-સાથે તાવ, ગળામાં દુખાવો અને કફ જેવી સમસ્યાઓ થવા લાગે છે. મોટાભાગની સમસ્યાઓ ગળામાં કફ જમા થવાથી થાય છે.
કફ શા માટે બને છે ?
પ્રદૂષણ અથવા બેક્ટેરિયા નાક અને મોં દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. જેના કારણે તે ધીરે ધીરે ફેફસામાં જમા થવા લાગે છે. વાસ્તવમાં, કફને મુક્ત કરવાનો અર્થ છે શરીરમાં એકઠા થયેલા કચરાને મુક્ત કરવું. શરીરમાં એકઠો થતો કચરો ધીમે ધીમે કફનું રૂપ ધારણ કરી લે છે. શરીરમાં બે પ્રકારનો કચરો હોય છે, એક કાર્બન ડાયોક્સાઇડ અને બીજો ધૂળ, પ્રદૂષણ અને બેક્ટેરિયાના કારણે બને છે. શરીરમાં ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ અને બેક્ટેરિયા આપણા શ્વાસ દ્વારા બહાર આવે છે. શરીરમાં પાણીની ઉણપને કારણે ફેફસાંમાં કચરો જમા થાય છે અને સડવા લાગે છે અને પછી કફનું રૂપ ધારણ કરે છે.
ગળામાં ખરાશ
ફેફસામાં કફ જમા થવાથી ગળામાં સોજો અને બળતરા થવા લાગે છે. જેના કારણે ક્યારેક તાવ પણ આવે છે. આ શરદીના પ્રારંભિક લક્ષણો છે. નાક પણ વહેવા લાગે છે, કફમાં પાણી, એન્ટિબોડીઝ, એન્ઝાઇમ અને પ્રોટીનની સાથે મીઠું મળેલું હોય છે.
ઉધરસ થવાનું કારણ
ગળા અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, જે ફરી ઉધરસનું સ્વરૂપ લે છે. ઉધરસ દ્વારા, નાક અને ફેફસામાંથી મૃત કોષો અને અન્ય પ્રકારનો કચરો બહાર આવે છે.
શરદી અને તાવ કારણ
ફેફસમાં જામેલો કચરો શરદી અને તાવ ના રૂપમાં બહાર આવે છે. આનાથી ઇમ્યુનિટી સિસ્ટમ પર પણ અસર થાય છે. જેની ઇમ્યુનિટી સારી હોય છે તેવા લોકોને શરદી અને તાવ ઓછું હેરાન કરે છે પરંતુ નબળી ઇમ્યુનિટી વાળ લોકોને શરદી અને તાવ વારંવાર હેરાન કરે છે,અને આવા લોકોને હમેશા શરદી અને તાવ નો જોખમ રહેલું હોય છે.
શરદીમાં વધારે કફ આવવા પર શું કરવું ?
શરીર વધારે શુકું પાડવાના કારણે કફ વધારે બનવા લાગે છે. એને ઓછો કરવામાટે વધારેમાં વધારે પાણી પીવો. શરીર જ્યારે હાઇડ્રેટ રહશે ત્યારે કફ ઓછો બનશે. વધારે પાણી પીવાથી કફ ઢીલો પડી જશે. કફ વધારે બનવાથી શરીર ગરમ થાય છે અને કફ બહાર નીકળવા લાગે છે. જ્યારે કફ સુકાઈ જાય છે ત્યારે ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, ચોક્કસપણે હ્યુમિડિફાયર અથવા સ્ટીમ લો. હવામાં રહેલો ભેજ કફને ઘટ્ટ થતો અટકાવે છે. તેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.