તેલ અવીવઃ કોરોનાના કેસો વધી રહ્યા છે અને

  આખી દુનિયા પર કોરોનાના નવાં વેરિઅન્ટ ઓમિક્રોનનું જોખમ વધતુ જાય છે ત્યારે ઈઝરાયલમાં 'ફ્લોરોના' નામની નવી બિમારીએ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. ઈઝરાયલની ગર્ભવતી મહિલાને કોવિડ-19 અને ઈન્ફ્લુએન્ઝાનું ડબલ સંક્રમણ થયું છે. આ બીમારીનું નામ 'ફ્લોરોના' છે. આ બિમારી અત્યંત ખતરનાક હોવાનો વિજ્ઞાનીઓનો મત છે.


ફ્લોરોનાથી પીડિત દર્દી કોરોના વાઈરસ અને ઈન્ફ્લુએન્ઝા બંને વાઈરસથી એક સાથે પીડાય છે. તેના કારણે સંક્રમણનું વધારે જોખમ રહે છે. કોરોના રોગચાળાના સમયમાં આ રીતે બે બિમારીનો બેવડો માર મારતા ફ્લોરોનાનો આ પ્રથમ કેસ છે.ફ્લોરોના અત્યંત ખતરનાક છે. કોરોના વાઈરસ આપણા શ્વસન તંત્ર પર અસર કરે છે.  ઈન્ફ્લુએન્ઝાના સંક્રમણથી ન્યૂમોનિયા અને માયોકાર્ડિટિસ જેવી ગંભીર બીમારી થઈ શકે છે. આ બિમારી ગંભીર હોઈ શકે કે દર્દીનું મૃત્યુ થઈ શકે છે.


ફ્લોરોનાથી પીડિત વ્યક્તિમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. તેમાં ન્યૂમોનિયા, માયોકાર્ડિટિસ અને અન્ય શ્વાસ સંબંધિત બીમારી થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે.


કૈરો યુનિવર્સિટી હોસ્પિટલના ડૉ. નહલા અબ્દેલ વહાબીએ અલ વતન ન્યૂઝ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ફ્લોરોના દરેક વ્યક્તિને અલગ અલગ રીતે સંક્રમિત કરી શકે છે. ખરાબ ઈમ્યુનિટી ધરાવતા લોકોમાં હૃદયની માંસપેશીમાં સોજો આવી શકે છે. એક સાથે 2 ગંભીર વાઈરસ શરીર પર હુમલો કરે ત્યારે સ્થિતિ ગંભીર બને છે.ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે સરકારને ભલામણ કરી છે કે 6 મહિનાની ઉંમરથી મોટી વ્યક્તિને ઈન્ફ્લુએન્જાની વેક્સિન આપવામાં આવે. ઈઝરાયલમાં ફ્લોરોનાના વધારે કેસ હોઈ શકે છે.   અત્યાર સુધી કોઈ નવા કેસની ઓળખ થઈ નથી.


ઇઝરાયલ સ્વાસ્થ્ય મંત્રાલય અને અમેરિકાના સીડીસીના રિપોર્ટ પ્રમાણે, ફ્લોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાંમાં ઈઝરાયલની હોસ્પિટલમાં  ઈન્ફ્લુએન્ઝાના 1849 દર્દીની સારવાર કરવામાં આવી છે. ઓમિક્રોનના કારણે કોરોનાના કેસ દરરોજ બમણા થઈ રહ્યા છે. 


આ પણ વાંચો..........


CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી


IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ


નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............


વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા


UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા