Workout Cause Heart Attack : સ્વસ્થ રહેવાનું જુનુન ક્યાંક તમને હ્રદયના દર્દીતો નથી બનાવી રહ્યું.  વધારે પળતું ફિટનેશ વિષે વિચારીને તમે તમારા મગજમાં ડિપ્રેશન તો નથી પેદા કરી રહ્યા ને. આ પ્રશ્ન એટલા માટે કારણકે આજકાલ યુવાનો આ ચક્કરમાં હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. પાછળ ઘણા સમયમાં કેટલા એવા હાઈ પ્રોફાઇલ કેશો પણ સામે આવ્યા છે. જેમાં જિમ માં કસરત દરમિયાન હાર્ટ અટેકથી મૃત્યુ થયા છે.  


આવામાં પ્રશ્ન એ ઊભો થાય છે શું યુવાનીના જોશમાં ક્ષમતા કાર્થ વધારે કસરત હાર્ટ અટેક અને અન્ય બીમારીઓને આમંત્રણ આપવું તો નથી ને, શું ફિટ રહેવાનું વિચારવાનું ડિપ્રેશનના લક્ષણ તો નથી ને, કયારે અને કેટલી કસરત કરવી જોઈએ જાણો આવા પ્રશ્નો ના જવાબ .... 


વધારે પડતી કસરત થી શું થસે 
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડેશીન માં છપાયેલા એક એહવાલ મુજબ, ઉચ્ચ તીવ્રતાની કસરત હૃદયરોગના દર્દીઓમાં અચાનક કાર્ડિયાક અરેસ્ટ અને મૃત્યુનું જોખમ વધારી શકે છે. હાર્ટ રિધમ ડિસઓર્ડરનું જોખમ પણ આ વધારી શકે છે. આ સંશોધનમાં જાણવા મળ્યું કે વધુ પડતી સખત કસરત હૃદય માટે ખૂબ જ ખતરનાક બની શકે છે.


વધારે પડતું વર્કઆઉટ કેમ જોખમી છે?
જ્યારે તમે વધારે પડતી કસરત કરો છો, જિમમાં ટ્રેડમિલ પર ખૂબ જ ચાલો છો, ત્યારે તેની હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર પર બેવડી અસર થાય છે. જેના કારણે હૃદયને વધુ ઓક્સિજનની જરૂર પડે છે. લાંબા સમય સુધી આ રીતે રહેવાથી હૃદયના પરિભ્રમણમાં તણાવ આવે છે. આ નસોમાં અવરોધ, લો બ્લડ પ્રેશર અથવા હાર્ટ એટેકનું જોખમ વધારે છે. નિષ્ણાતોના મતે, દિવસભર ફિટ રહેવા વિશે વિચારવું અને પોતાને શ્રેષ્ઠ બતાવવાની પણ મન પર અસર પડી શકે છે. ક્યારેક આ ડિપ્રેશનના લક્ષણો પણ હોઈ શકે છે.


કેટલો સમય કસરત કરવી જોઈએ?
સારું સ્વાસ્થ્ય જાળવવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે, પરંતુ કેટલા સમય સુધી કસરત કરવી જોઈએ તે જાણવું જરૂરી છે. સીડીસી અનુસાર, શારીરિક પ્રવૃત્તિ દ્વારા વજન જાળવી શકાય છે. તેનાથી બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલ ઘટાડી શકાય છે. પુખ્ત વ્યક્તિએ દર અઠવાડિયે 2 કલાક અને 30 મિનિટની મધ્યમ તીવ્રતાની કસરત કરવી જોઈએ. આમાં તમે બ્રિસ્ક વૉકિંગ, સાઇકલિંગ, વેઇટ ટ્રેઇનિંગ, યોગા, સ્ટ્રેચિંગ જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો. બાળકો અને કિશોરો દરરોજ 1 કલાક શારીરિક પ્રવૃત્તિ કરી શકે છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.