Puffiness on your eyes:આંખોમાં સોજો આવવાના ઘણા કારણો છે, જેમાં યોગ્ય રીતે ઊંઘ ન આવવી,  થાક લાગવો, આંખોની  રચના, વારસાગત સમસ્યાનો સમાવેશ  થાય છે.


દરેક વ્યક્તિ સવારે ઉઠ્યાં બાદ તેનો ચહેરો તરોતાજા ઇચ્છે છે પરંતુ વ્યસ્ત જીવનશૈલી અને અપૂરતી ઊંઘ સહિતના કેટલાક કારણો એવા છે જેના કારણે આંકો સોજી જાય છે. તો તેના કારણો અને ઉપાય સમજીએ.


આંખ સોજી જવાના કારણો


નિષ્ણાતના મત મુજબ નિયમિત 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ. જો આપ નિયમિત પુરતુ પાણી ન પીતા હો તો આ સમયસ્યા થઇ શકે છે.


પાણી ઠોળાવ વાળી જગ્યાએ એકઠું થાય છે. તો આ સ્થિતિમાં આંખની આસપાસ પાણી જમા થતાં આંકો સોજેલી દેખાય છે.


એક સામાન્ય કારણ અપૂરતી ઊંઘ પણ છે, જો આપ 7થી8 કલાક પુરતી ઊંઘ ન  લેતા હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે.


જો આપના ડાયટમાં વધુ નમક હોય તો સોડિયમની વધેલી માત્રા પણ આ સ્થિતિ માટે જવાબદાર છે. ફુડ પર ઉપરથી કાચું નમક લેવાની આદત આ સમસ્યાની દેણ છે.


કેટલીક વખત આંખોની રચના પણ તેના માટે જવાબદાર છે.ઉપરાંત આ સમસ્યા વારસાગત પણ હોઇ શકે છે. જો આપના માતા અથવા પિતા કોઇને પણ આ સમસ્યા હોય તો પણ વારસાગત આ સમસ્યા થઇ શકે છે.


આંખ પરનો સોજો દૂર કરવાના ઉપાય


ચિલ્ડ ચમ્મચ
આ માટે 5 ચમચી રેફ્રિજરેટરમાં રાખો. પછી લગભગ એક મિનિટ પછી એક ચમચી કાઢીને  તેને તમારી આંખો પર મૂકો. 20-30 સેકન્ડ માટે આ રીતે રાખો  પછી એ જ રીતે બીજી ચમચી કાઢીને તેને પણ આ જ રીતે રાખો,  આ રીતે પાંચ ચમચીને આંખ પણ લગાવો આ ઠંડકથી  તમારી આંખોનો સોજો દૂર થઈ જશે અને તે આપના ચહેરાને  ફ્રેશ લુક પણ  મળશે


ટી બેગ
ગ્રીન ટી અને બ્લેક ટી બેગનો ઉપયોગ કર્યા પછી તેને ફ્રીજમાં રાખો. આંખોના સોજાને દૂર કરવા માટે, આ ટી-બેગ્સને તમારી આંખો પર 5-10 મિનિટ સુધી રાખીને સૂઈ જાઓ. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે. આ ઉપાયનો નિયમિત ઉપયોગ કરવાથી આંખોના ડાર્ક સર્કલ પણ દૂર થઈ શકે છે.


આઈસ ક્યુબ્સ
 આઈસ ક્યુબ્સ આંખોના સોજાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આ માટે, આઇસ ક્યુબને કોટન નેપકિનમાં લપેટીને તમારી આંખોની આસપાસની જગ્યા પર મસાજ કરો. આના ઉપયોગથી તમારી આંખોના સોજાને દૂર કરી શકાય છે.


કોટન આઈ પેડ
 આ માટે કોટનથી બનેલા આઈ પેડને ગુલાબજળમાં પલાળીને 10 મિનિટ માટે ફ્રીજમાં રાખો. તે પછી, તેને તમારી આંખો પર મૂકીને થોડીવાર માટે સૂઈ જાઓ. લગભગ 5 થી 7 મિનિટ આ રીતે રહો. તેનાથી તમને ઘણી રાહત મળશે. જો તમે ઈચ્છો તો કોટન પેડને બદલે બટાકા અથવા કાકડી ખમણીને પણ આંક પર રાખી શકો છો. તેનાથી આંખોના સોજામાં રાહત મળે છે.