Beauty tips: આપને જ્યારેથી ખ્યાલ આવે કે આપના ફેસ પર કરચલીઓ આવી રહી છે. તો ત્યારથી તેનો ઇલાજ શરૂ કરી દેવો જોઇએ. જો આપ તેનો ઇલાજ શોધશો તો ઘરેલુ અનેક નુસખા સામે આવશે. આપના રસોડામાં જ એવી અનેક સામગ્રી છે. જે કરચલીને દૂર કરવામાં કારગર છે. જાણીએ કયાં ઘરેલુ નુસખાથી ત્વચાની કરચલીઓ દૂર કરી શકાય.


મુલતાની માટી અને ટામેટાંના પ્રયોગથી કરચલી દૂર કરી શકાય છે. મુલતાની માટીમાં, કાકડીનો રસ ટામેટાંનો રસ, મધને મિક્સ કરો,આ પેસ્ટને ચહેરા પર લગાવો, અડધા કલાક બાદ ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી દો, સપ્તાહમાં આ પ્રયોગ 2 વખત કરો,ધીરે ધીરે કરચલીઓ દૂર થશે.


કેળાંનું પેસ્ટ બનાવો,આ પેસ્ટને ચહેરા પર લગાવો,સપ્તાહમાં 2 વાર કરો પ્રયોગ,ત્વચા પર કસાવ આવશે


અંગુરનો રસ ચહેરા પર લગાવો, 20 મિનિટ બાદ ચહેરાને ધોઇ લો, સપ્તાહમાં 2 વખત ઉપયોગ કરો


મિલ્ક પાવડરમાં મધ મિક્સ કરો,આ પેસ્ટને ચહેરા પર લગાવો,કરચલીઓ ઓછી થઇ જશે અને ચહેરા પર ગ્લો આવશે.સપ્તાહમાં 2 વાર આ પ્રયોગ કરો. નારિયેળ, બદામ અને ઓલિવ ઓઇલને મિક્સ કરો, આ ઓઇલના મિશ્રણથી ચહેરા પર મસાજ કરો ચહેરા પરના રિન્કલ્સ દૂર થશે.


લેધરના પર્સ, જેકેટની દરેક સિઝનમાં આ રીતે કરો જાળવણી અને સફાઇ, રહેશે બેક્ટેરિયા ફ્રી


ઋતુ શિયાળાની હોય કે પછી ઉનાળાની લેધની બેગ પર્સ કે આઉટફિટ દરેક વસ્તુ ખાસ સાર સંભાળ માંગી છે કારણ કે તે ખૂબ જ જલ્દી ખરાબ થઇ જાય છે.


આજે અમે આપને લેધરના પર્સ, બેગ, જેકેટ અને જૂતા ચંપલની કેવી રીતે સારસંભાળ લેવી તેની કારગર ટિપ્સ બતાવીશું. જો લેધરની વસ્તુમાં ખરાબ થઇ જાય કોઇ ડાધ લાગી જાય તો તેને સૂકા કપડાથી લૂછીને સવારના કુમળા તાપમાં હવા આવતી હોય તેવી જગ્યા પણ મૂકી દો.


લેધરની કોઇપણ આઇટમને આપ આકરા તાપમાં ન સૂકવો, આકરા તાપથી લેધરની વસ્તુ સંકોચાય જાય છે. એન્ટી સેપ્ટીક લિકવિડનો ઉપયોગ લેધર આઇટમ સાફ કરવા માટે કરી શકાય છે. આવુ કરવાથી બેક્ટેરિયા નથી થતાં.


     લેધરની વસ્તુની ક્વોલિટી જાળવવા માટે તેને પોલિશ જરૂર કરો. લેધર જેકેટને ક્યારે પેક કરીને ન મૂકો પરંતુ હેગરમાં ટાંગની જ રાખો. જો આપની લેધર આઇટમમાં ફંગસ થઇ ગઇ હોય તો તેને તરત જ એન્ટીસેપ્ટિક લિકવિડથી સાફ કરો. લેઘરની વસ્તુને લાંબા સમય સુધી સ્ટોર ન કરો તેને સમયાંતર બહાર કાઢો. લેધર શુઝ કે અન્ય વસ્તુઓને સ્ટોર કરતી વખતે સિલિકોન જેલના પાઉચ અવશ્ય મૂકો તેના કારણે તે લાંબા સમય સુધી ફ્રેશ જ રહે છે.


Disclaimer:આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી અસ્મિતા તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.