Breakfast tips :40 વર્ષની ઉંમર બાદ વધતી ઉંમરના સંકેત સ્કિન, વાળ સહિત શરીર પર જોવા મળે છે. જો આપ વધતી ઉંમરની અસર ઓછી કરવા માંગતા હો તો આપ ડાયટમાં આ ફૂડને સામેલ કરીને ફિટ એન્ડ ફાઇન રહી શકો છો.


 તુલસીની ચા
જે મહિલાઓને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેવી મહિલા માટે આ ટિપ્સ કારગર છે. નાસ્તમાં આપ તુલસી ચાય પી શકો છો. તુલસી પાનમાં મોજૂદ ગુણો સંધિવા સહિતના રોગોને દૂર કરે છે.


 ગ્રીન વેજિટેબલ
આમ તો ગ્રીન વેજિટેબલને ડાયટમાં સામેલ કરવાની કોઇ  કોઈ ઉંમર નથી, પરંતુ 40 વર્ષ પછી તેનું સેવન ફરજિયાત બની જાય છે. ફિટ રહેવા માટે તમે નાસ્તામાં કોબી સહિતના  પાંદડાવાળા શાકભાજીને સામેલ અવશ્ય કરો.


દહીં
40 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓ અને પુરુષોને હાડકામાં દુખાવો અથવા સોજો સામાન્ય બાબત  છે. આવા લોકો નાસ્તામાં કેલ્શિયમ યુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઇએ.  દહીંને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તમે દહીં અને પરાઠા ખાઈને દિવસની શરૂઆત કરી શકો છો.


ચિયા સિડ્સ
ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે. જે શરીર માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેના સેવનથી હાડકા મજબૂત બને છે, કારણ કે તેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે. ચિયાના બીજને રાત્રે પલાળી રાખો અને સવારે નાસ્તામાં તેની સ્મૂધીનું સેવન કરો.


ઇંડા
ઇંડામાં હાડકા સિવાયા માંસપેશીને મજબૂત કરવાના ગુણ હોય છે. ઇંડામાં મોજૂદ કોલીનથી મસ્તિષ્કને હેલ્ધી રાખવામાં આવે છે. જે મહિલાઓ ઇંડાનું સેવન કરવાનું પસંદ કરે છે. તે રોજ બે બાફેલા એગ નાસ્તામાં લઇ શકે છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.